મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadg/ માંગરોળમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે જીવન ટૂંકાવ્યું, સમગ્ર પંથકમાં અરેરાટી 

જગતનો તાત ગણાતો ખેડૂત આજે ફરી એકવાર લાચાર બન્યો છે. જૂનાગઢના માંગરોળ તાલુકાના લોએજ ગામે એક

Junagadg/ માંગરોળમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે જીવન ટૂંકાવ્યું, સમગ્ર પંથકમાં અરેરાટી 

જગતનો તાત ગણાતો ખેડૂત આજે ફરી એકવાર લાચાર બન્યો છે. જૂનાગઢના માંગરોળ તાલુકાના લોએજ ગામે એક ખેડૂતે આર્થિક નુકસાન અને પાક નિષ્ફળ જવાની ચિંતામાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મગફળીનો પાક પલળી જતાં હતા ચિંતિત

મળતી માહિતી મુજબ, લોયેજ ગામમાં રહેતા આ ખેડૂતે ચાલુ સીઝનમાં મગફળીનો પાક લીધો હતો. જોકે, કમોસમી વરસાદ કે અન્ય કારણોસર તેમની મગફળીનો પાક પલળી ગયો હતો. રાત-દિવસ મહેનત કરીને પકવેલો પાક નજર સામે બરબાદ થતો જોઈ ખેડૂત ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.

ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું

પાક નિષ્ફળ જવાથી અને આર્થિક બોજ વધવાની ભીતિમાં ખેડૂતે આખરે અંતિમ પગલું ભર્યું હતું. ખેડૂતે ખેતીમાં વપરાતા ઝેરી ટીકડા ખાઈ લેતા તેમની તબિયત લથડી હતી અને મૃત્યુ નીપજ્યું હતું.

પરિવારમાં શોકનું મોજું

ઘટનાની જાણ થતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. એક મહેનતકશ ખેડૂતના આપઘાતને પગલે લોયેજ ગામ સહિત સમગ્ર માંગરોળ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો