મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવી કેબિનેટમાં 25 મંત્રી બનશે CM ભૂપેન્દ્ર પટેલના સારથી, જીતુ વાઘાણી-મોઢવાડિયા બનશે મંત્રી; જયેશ રાદડિયાનું પત્તુ કપાયું

ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે.

નવી કેબિનેટમાં 25 મંત્રી બનશે CM ભૂપેન્દ્ર પટેલના સારથી, જીતુ વાઘાણી-મોઢવાડિયા બનશે મંત્રી; જયેશ રાદડિયાનું પત્તુ કપાયું

ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તમામ મંત્રીઓએ રાજીનામા ધરી દીધા બાદ આજે (16 ઓક્ટોબર) સવારે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે.

નવા મંત્રીમંડળની યાદી.. 
1. પ્રફુલ પાનસેરીયા
2. કુંવરજીભાઈ બાવળીયા
3. ઋષિકેશ પટેલ
4. કનુ દેસાઇ 
5. પરસોતમ સોલંકી
6. હર્ષ સંઘવી 
7. પ્રદ્યુમન વાજા
8. નરેશ પટેલ 
9. પીસી બરંડા 
10. અર્જુન મોઢવાડિયા
11. કાંતિ અમૃતિયા
12. કૌશિક વેકરીયા 
13. સ્વરૂપજી ઠાકોર
14. દર્શનાબેન વાઘેલા
15. જીતુભાઈ વાઘાણી
16. રીવા બા જાડેજા 
17. ડો જયરામ ગામીત 
18. ત્રિકમભાઈ છાંગા
19. ઇશ્વરસિંહ પટેલ 
20. મનિષા વકીલ 
21. પ્રવિણ માળી 
22. સ્વરૂપજી ઠાકોર
23. સંજયસિંહ મહિડા 
24. કમલેશ પટેલ 
25. રમણ સોલંકી

26 ખુરશીઓ: વિશાળ મંત્રીમંડળની શક્યતા

શપથવિધિની તડામાર તૈયારીઓ વચ્ચે, મંચ પર 26 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આ પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ મોટું બન્યું છે. ગુજરાત વિધાનસભાના 182 સભ્યોમાં બંધારણીય નિયમ મુજબ મહત્તમ 27 મંત્રીઓ હોઈ શકે છે. અગાઉ મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓ હતા. હવે, મુખ્યમંત્રી સહિત કુલ 26 મંત્રીઓનું નવું મંત્રીમંડળ હોવાની શક્યતાઓ છે.

ચૂંટણી પહેલાં સંગઠનમાં નવી ઊર્જા લાવવાનો પ્રયાસ

સરકારના આ મોટા ફેરફારને આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો