મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇન્ટર-હાઉસ હિન્દી કાવ્ય વાચન સ્પર્ધાનું આયોજન

અમદાવાદમાં આવેલી જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇન્ટર-હાઉસ હિન્દી કાવ્ય વાચન

જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇન્ટર-હાઉસ હિન્દી કાવ્ય વાચન સ્પર્ધાનું આયોજન

અમદાવાદમાં આવેલી જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇન્ટર-હાઉસ હિન્દી કાવ્ય વાચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલના ઓડિટોરિયમમાં શુક્રવાર 12 સપ્ટેમ્બરે યોજાયેલી ઇન્ટર-હાઉસ હિન્દી કાવ્ય વાચન સ્પર્ધા દરમિયાન લય, અભિવ્યક્તિ અને ભાવનાથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું.

આ સ્પર્ધાએ ધોરણ 1થી5ના વિદ્યાર્થીઓને તેમના વક્તૃત્ત્વ કૌશલ્ય અને હિન્દી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ રજૂ કરવા માટે એક જીવંત મંચ પૂરું પાડ્યું હતું. સ્પર્ધાનું આયોજન બે વર્ગોમાં કરવામાં આવ્યું હતું જેમાં ગ્રુપ I (ધોરણ I–II)અને ગ્રુપ II (ધોરણ III–V)ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.નાના વિદ્યાર્થીઓએ તેમના અભિવ્યક્તિ પૂર્ણપ્રદર્શન, વાણીની સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને નિખાલસ ઉચ્ચારણથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સ્પષ્ટતા, અવાજમાં ફેરફાર, આત્મવિશ્વાસ અને સર્વાંગી પ્રભાવ જેવા માપદંડો પર કરવામાંઆવ્યું. નિરીક્ષકોએ વિદ્યાર્થીઓની નિષ્ઠા, સર્જનાત્મકતા અને કાવ્યના મૂળભાવને સુચક રીતે રજૂકરવાની તેમનીપ્રશંસનીય ક્ષમતાની પ્રશંસા કરી હતી.

પરિણામમુજબ, ગ્રુપ Iમાં તક્ષ્વી કે.ભટ્ટ પ્રથમ સ્થાને, લક્ષિતા ચૌધરી બીજા સ્થાને અને વીરા બી. પટેલ ત્રીજા સ્થાનેરહ્યા હતા. ગ્રુપ IIમાં ખુશી એમ. વશિષ્ઠ પ્રથમ સ્થાને રહ્યા, જ્યારે મલ્હાર વી. ત્રિવેદી અને આરુષ એસ. કતારિયાએ સંયુક્ત રીતે બીજુંસ્થાન મેળવ્યું હતું.માયરા દોશી ત્રીજા સ્થાને રહ્યા હતા.

આ સ્પર્ધાનો અંત ઉમંગભર્યા તાળીઓ સાથે થયો હતો જેનાથી દર્શકો પ્રેરિત થયા અને વિદ્યાર્થીઓમાં હિન્દી કાવ્ય પ્રત્યે વધુ ગાઢ કદર ઉભી થઇ હતી.

આ સમાચાર શેર કરો