મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના મંદિર-જૈન દેરાસરમાંથી દાગીના-મૂર્તિની ચોરી, બે સગાભાઈ તસ્કર મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરતના વેસુમાં આશાપુરી માતાના મંદિર અને દેરાસરમાંથી મૂર્તિ, સહિતની ચોરીમાં ક્રાઇમબ્રાંચે મૂળ રાજસ્થાનના

સુરતના મંદિર-જૈન દેરાસરમાંથી દાગીના-મૂર્તિની ચોરી, બે સગાભાઈ તસ્કર મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરતના વેસુમાં આશાપુરી માતાના મંદિર અને દેરાસરમાંથી મૂર્તિ, સહિતની ચોરીમાં ક્રાઇમબ્રાંચે મૂળ રાજસ્થાનના અને હાલ વેસુ રહેતા બે સગા ભાઇઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપી બસમાં રાજસ્થાન ભાગી જાય તે પૂર્વે જ ક્રાઇમબ્રાંચે બંનેને દબોચી લઇ તેમનો કબજો વેસુ પોલીસને સોંપ્યો હતો. પોલીસે બંને પાસેથી મૂર્તિઓ, મુગટ, હાર, સ્ટીલના કડા અને રોકડ સહિત 58 હજારની મતા કબજે લીધી છે. ટોળકીના બે આરોપીઓ રાજસ્થાન ફરાર થઇ ગયા છે.

સીસીટીવીના આધારે ઝડપાયા

વેસુના મંદિર અને દેરાસરમાં થયેલી ચોરીમાં 90થી વધુ સીસીટીવી ચેક કરતાં ચારેય આરોપીઓના ચહેરા સામે આવી ગયા હતા. ક્રાઇમબ્રાંચે ટોળકીના મુખ્ય સૂત્રધાર 25 વર્ષીય ભાણીયા ઉર્ફે રાજુ ધર્મા મીણાઅને 19 વર્ષીય મેંદીયા ઉર્ફે મહેન્દ્રને પકડી પાડી વેસુ પોલીસને સોંપી દીધા છે. સૂત્રધાર ભાણીયા અગાઉ અમદાવાદમાં બે વખત ધાડ, લૂંટમાં પકડાયો હતો. આશાપુરી મંદિરમાંથી ચોરાયેલો લાખોનો સોનાનો મુગટ અને પાદુકા મળ્યા નથી.

બે વખત ચોરી કરી હતી

બંને ચોરોએ નામ પણ ખોટુ આપ્યું હતું. જેમાં ભાણીયાએ રાહુલ અને તેના ભાઈ મેંદીયાએ અભિષેક નામ આપ્યું હતું. ટોળકી ધાર્મિક સ્થાનને ટાર્ગેટ કરે છે. વેસુમાં આશાપુરી મંદિરમાં ટોળકીએ બે વખત ચોરી કરી હતી. આરોપી ભાણીયા અને રાજુ અન્ય બે ચોરો લક્ષ્મણ અને રોહિતને ચોરી કરવા રાજસ્થાનથી લાવ્યા હતા. ચારેય બાંધકામ સાઇટ પર મજૂરી કરતા હતા.

આ સમાચાર શેર કરો