મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 40 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત આપી ગ્રાહક સાથે જવેલર્સના માલિકોએ આ રીતે આચરી છેતરપિંડી

સુરતમા છેતરપિંડી આચરવામાં લોકો અવનવા કિમીયા અપનાવતા હોય છે. ત્યારે સરથાણા જકાતનાકા વર્ણીરા

સુરતમાં 40 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત આપી ગ્રાહક સાથે જવેલર્સના માલિકોએ આ રીતે આચરી છેતરપિંડી

સુરતમા છેતરપિંડી આચરવામાં લોકો અવનવા કિમીયા અપનાવતા હોય છે. ત્યારે સરથાણા જકાતનાકા વર્ણીરાજ કોમ્પ્લેક્ષમાં આવેલા રીજોય જવેલર્સના માલીકો દ્વારા 40 ટકા ડિસ્કાઉન્ટની સોશિયલ મીડિયામાં જાહેરાત આપીને ગ્રાહક સાથે છેતરપિંડી આચરી હતી. જેથી ગ્રાહકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

351ની જગ્યાએ 189 ગ્રામ ચાંદી ઓછું આવ્યુ

યોગીચોક ખાતે રહેતા હર્ષદ કાછડીયાએ યુવકે જવેલર્સ દ્વારા ફેસબુક ઉપર શુધ્ધ ચાંદીની ખરીદીમાં 40 ટકા સુધીના ડિસ્કાઉન્ટની રીલ્સ અપલોડ કરી હતી. જે રિલ્સ જોઈને યુવકે 39 હજારની કિંમતનો 351.100 મીલી ગ્રામ ચાંદીનો જુડો ખરીદ્યો હતો. જોકે ચેક કરાવતા તેમાં માત્ર 189.445 મીલી ગ્રામ ઓછું હોવાનું બહાર આવતા યુવકે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

જુડો કાળો પડી જતા શંકા ગઈ

યુવકને ચાંદીનો જુડો કાળો પડી જતા તેમને શંકા ગઈ હતી. અને આ ચાંદીના જુડો કતારગામમાં આવેલ એ-વન લેબમાં ચેક કરાવતા જેમાં શુધ્ધ ચાંદી 171.655 મીલીગ્રામ જ હતુ. જેમાં ચેઈનની ગુણવત્તા 8થી 15 ટકા, કલીપ્સની ગુણવત્તા 28થી 39 ટકા, બોલ્સની ગુણવત્તા 50થી 90 ટકાની આજુબાજુની ચાંદી હતી. ચાંદીના કમર જુદામાં મોતી, સ્ટોન અને ડાયમંડનું પણ વજન ગણવામાં આવ્યું હતું. આમ કુલ શુધ્ધ ચાંદી 189.445 મીલીગ્રામ ઓછું આપી છેતરપિંડી કરી હતી. સરથાણા પોલીસે હર્ષદ કાઠડીયાની ફરિયાદ લઈ રીજોય જવેલ્સના ભાગીદારો ખોડીદાસ રામજી બલેડીયા, ચેતન ગણેશ ગાંગાણી, સાગર મકોડ ગાંગાણી અને અશોક લલ્લુ વધાસીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો