Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Jamnagar News: Serious accident occurred on Latipar Highway; 3 died, condition of two is critical

Jamnagar News: લતીપર હાઇવે રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત; 3ના મોત નિપજ્યા, બેની હાલત અત્યંત નાજુક

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Jamnagar News: લતીપર હાઇવે રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત; 3ના મોત નિપજ્યા, બેની હાલત અત્યંત નાજુક
સોર્સ : GSTV

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં લતીપર હાઇવે રોડ પર બુધવારે(24 જૂન) સાંજે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે પૈકી અન્ય બેની હાલત અત્યંત નાજુક જણાય છે. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ધ્રોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

App Store

વાહનોને ભારે નુકસાન પહોંચ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર, બુધવારે સાંજે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં મોરબી તરફથી ધ્રોલ તરફ આવી રહેલી કાર અને ખંભાળિયા તરફ જઈ રહેલી કાર લતીપર હાઇવે રોડ પર સામસામે ધડાકાભેર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેમાં સવાર મુસાફરો વાહનોમાં ફસાયા હતા.

અકસ્માતમાં કુલ 6 લોકો અસરગ્રસ્ત બન્યા

અકસ્માતને લઈને સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સના સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં કુલ 6 લોકો અસરગ્રસ્ત બન્યા હતા, જેમાંથી ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જ્યારે અન્ય 3 લોકોને ઇજાઓ થતાં તેમને પ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે બે ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

મૃતકો અને ઇજાગ્રસ્તોની ઓળખ અંગેની કાર્યવાહી શરૂ

અકસ્માતની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અકસ્માત અંગેની પ્રાથમિક તપાસ હાથ ધરી છે. મૃતકો અને ઇજાગ્રસ્તોની ઓળખ અંગેની કાર્યવાહી પણ ચાલી રહી છે.

બંને કાર સામસામે અથડામણ થતાં અકસ્માત સર્જાયો

પ્રાથમિક અનુમાન મુજબ, બંને કાર સામસામે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ગમખ્વાર અકસ્માતના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.