VIDEO: જામનગરમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો
સોર્સ : GSTV
જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રામભરોસે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગઈકાલે જ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ગુનેગારોને કડક ચેતવણી આપી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં જ ગુનેગારોએ પોલીસના દાવાઓની હવા કાઢી નાખી છે.અંબર ચોકડી પાસે મનપાની દબાણ હટાવ ટીમ કામગીરી કરી રહી હતી, ત્યારે અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી અને મરચાની ભૂકી ફેંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં કર્મચારીઓ લોહીલુહાણ થયા છે. જ્યારે સરકારી કર્મીઓ જ સુરક્ષિત ન હોય, ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા કોના ભરોસે? આ હુમલાએ જામનગર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું પોલીસ માત્ર વાતો જ કરશે કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે?

