Video: જામનગરના નાગનાથ ગેટમાં ચવાણામાંથી ગરોળી નીકળતા ફરસાણની દુકાન ત્રણ દિવસ સીલ

સોર્સ: gstv

જામનગરમાં 'સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ' નામની દુકાને થી ગ્રાહકે ચણાવુ ખરીદ્યુ હતુ..તેમજ પરિવારે અડધું ચવાણાનું પેકેટ ખાધા બાદ અંદરથી ગરોળી જોવા મળતા ફૂડ શાખામાં ફરિયાદ કરી હતી, જેના પગલે તપાસ દરમિયાન ફરસાણ માટે વપરાતું ખરાબ તેલ અને ખુલ્લી બારીઓ મળી આવી હતી. ફૂડ શાખાની ટીમે તેલ તથા ખાદ્યચીજોના નમૂના લઈ બારીઓ પર જાળી લગાવવા કડક સૂચના આપી હતી. અગાઉ ૧૩ ઓક્ટોબરે પણ આ પેઢીને પાંચ હજારનો દંડ ફટકારી સ્વચ્છતા જાળવવા તાકીદ કરાઈ હતી, પરંતુ કોઈ સુધારો ન જણાતા આરોગ્ય સાથેના ચેડાં બદલ ત્રણ દિવસ માટે સીલ મારી દેવાયું છે. તમામ સુધારા અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દુકાન નહીં ખોલવા પણ આદેશ અપાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત