મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડતાલના જગતપાવન સ્વામીએ યુવતી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Vadodara News : વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર

VIDEO : વડતાલના જગતપાવન સ્વામીએ યુવતી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Vadodara News : વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર યુવતીએ વડોદરાના વાડી પોલીસ મથકમાં વડતાલના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 

ગિફ્ટ આપવાના બહાને રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચાર્યાનો આરોપ

ભોગ બનનાર યુવતીના કહેવા મુજબ વર્ષ 2016માં જગતપાવન સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને તેને વડોદરામાં આવેલા વાડી સ્વામિનારાયણ મંદિરે બોલાવી હતી અને ત્યારબાદ રૂમમાં લઈ જઈને  દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ ફરિયાદમાં જગતપાવન સ્વામીની મદદ કરનાર મંદિરના અન્ય સાધુઓના નામ પણ લખાવ્યાં છે. જગતપાવન સ્વામીએ યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાના પણ આક્ષેપ યુવતીએ કર્યા છે. 

2016ની ઘટના, યુવતીએ 2024માં નોંધાવી ફરિયાદ

યુવતીએ નોંધાવેલી ફરિયાદ અને તેના નિવેદન મુજબ આ ઘટના 2016માં બની હતી. તો આજે 8 વર્ષ બાદ યુવતીએ જગતપાવન સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી એ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. યુવતીએ જગતપાવન સ્વામી તથા તેમની મદદ કરનાર અન્ય લોકોને કડક સજા થાય એવી માંગ કરી છે. પણ 2016ની ઘટના અંગે 2024માં ફરિયાદ નોંધાવતા યુવતીની ફરિયાદમાં કેટલું તથ્ય છે તે એક મોટો સવાલ છે. 

આ સમાચાર શેર કરો