મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદની દેવ સોલ્ટ સહિત મીઠાના વેપારીઓ પર ITની તવાઈ, 16થી વધુ જગ્યાએ પાડ્યા દરોડા

રાજ્યના વિવિધ શહેરોમાં ફરી IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સ

અમદાવાદની દેવ સોલ્ટ સહિત મીઠાના વેપારીઓ પર ITની તવાઈ, 16થી વધુ જગ્યાએ પાડ્યા દરોડા

રાજ્યના વિવિધ શહેરોમાં ફરી IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટમાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલા સહિત 16 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જામનગર-દ્વારકા હાઈવે પર હરિ નામના ફૂડ મોલમાં પણ તપાસ હાથ ધરાઇ છે. જામનગર, અમદાવાદ અને મોરબીમાં તપાસ ચાલી રહી છે. આયકર વિભાગના સર્ચમાં મોટા બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા છે.

માળિયામાં આવેલી દેવ મીઠાની ફેક્ટરીમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. વહેલી સવારથી અમદાવાદ ઉપરાંત રાજકોટના અધિકારીઓ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બાતમીના આધારે મીઠાના વેપારીઓ પર તવાઈ આવી છે.

બોડકદેવ વિસ્તારમાં આવેલી દેવ ગ્રુપ ઓફ કંપનીના કોર્પોરેટ હાઉસમાં સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના 30 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જામનગરમાં આવેલી દેવ સોલ્ટની મુખ્ય ફેક્ટરી પર પણ ઇન્કમટેક્સ વિભાગ ત્રાટકી સઘન તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો