મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુગાર રેડમાં ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખનું નામ આવ્યું, ભાજપે કરી દીધા સસ્પેન્ડ

પાટણ: ચાણસ્મા શહેરમાં આવેલા હાઈવે પરના સીટી પ્લાઝા કોમ્પલેક્ષના પહેલા માળે આવેલ

જુગાર રેડમાં ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખનું નામ આવ્યું, ભાજપે કરી દીધા સસ્પેન્ડ

પાટણ: ચાણસ્મા શહેરમાં આવેલા હાઈવે પરના સીટી પ્લાઝા કોમ્પલેક્ષના પહેલા માળે આવેલા નવજીવન સ્પોર્ટ્સ ક્લબની અંદર 1 ફેબ્રુઆરી, શનિવારે રાત્રે ગાંધીનગર SMC પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદર જુગાર‌‌‌ રમી રહેલા 33 જેટલા જુગારીઓને રંગેહાથ પકડી લીધા હતા. ઘટનામાં મુખ્ય આરોપી શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલનું નામ આવતા ભાજપે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

જુગારધામમાં ભાજપ શહેર પ્રમુખનું નામ આવ્યું

દરોડા દરમિયાન અન્ય 7 ઈસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે સમગ્ર મામલે નામજોગ ફરિયાદ નોંધી હતી. ઘટનામાં મુખ્ય આરોપી શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલનું નામ સામે આવ્યું હતું, જે દરોડા બાદથી જ ફરાર હતો અને SMCએ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. 

SMC રેડમાં જુગાર રમતા 33 ઈસમોને ઝડપવામાં પોલીસને સફળતા મળી હતી. કુલ 85,000 રોકડ, 8 વાહન, 37 મોબાઈલ કબજે કરાયા હતા.

ભાજપે પાર્ટીમાંથી રાજુ પટેલને સસ્પેન્ડ કર્યા

જુગાર રમાડવામાં સાત ઈસમોના નામની સંડોવણી બહાર આવી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ અમરતલાલ પટેલની પણ સંડોવણી બહાર આવતાં પ્રદેશ ભાજપ હાઇકમાન્ડના આદેશ મુજબ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ અમરતલાલ પટેલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો