મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navratri 2024:સુરતમાં રાત્રે નશો કરીને નીકળનારની ખેર નથી, પોલીસની ટીમો બ્રેથ એનાલાઈઝરથી કરે છે તપાસ

નવરાત્રિની શરુઆત થઈ છે. ત્યારે ખેલૈયાઓની આડમાં નશો કરીને ધમાલ મચ

Navratri 2024:સુરતમાં રાત્રે નશો કરીને નીકળનારની ખેર નથી, પોલીસની ટીમો બ્રેથ એનાલાઈઝરથી કરે છે તપાસ

નવરાત્રિની શરુઆત થઈ છે. ત્યારે ખેલૈયાઓની આડમાં નશો કરીને ધમાલ મચાવનારા સામે પોલીસે એકશન પ્લાન પ્રમાણે કામ શરૂ કરી દીધું છે. રસ્તામાં ચેકીંગ કરવામાં આવી રહ્યાં છે. જરૂર લાગે તેમના બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરવામાં આવી રહ્યાં છે. રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહ્યાં છે.

નશાબાજોની ખેર નથી

દારૂના કે અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં અવારા તત્વો દ્વારા તૈયાર થઈ નીકળેલી મહિલાઓ કે યુવતીઓની છેડતી ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા રાહદારીઓને તપાસવામાં આવી રહ્યા છે. તેમાં જો કોઈ નશાની હાલતમાં પકડાઈ તો તેને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે.

પોલીસની વિશેષ કામગીરી

નશાની હાલતમાં કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં ફરતો ન દેખાય તેની પર પોલીસ ખાસ કામ કરી રહી છે.પોલીસ બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને ચેકિંગ કરી તેમાં જો કોઈ દારૂના કે અન્ય કેફી પદાર્થના નશામાં પકડાય તો તેમને તાત્કાલિક ડીટેઇન કરવાની કાર્યવાહી કરાઈ રહી છે.ના માત્ર રસ્તાઓ પર પરંતુ શહેરના મોટા નવરાત્રિ આયોજનોમાં પણ દારૂ કે અન્ય કેફી પદાર્થના નશામાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ ન કરે તેની પર પણ પોલીસ વિશેષ ધ્યાન આપી રહી છે.

આ સમાચાર શેર કરો