બોડેલીના તરગોળની પ્રાથમિક શાળાનો મુદ્દો કલેક્ટર કચેરીએ પહોંચ્યો, આચાર્યને ફરી ન મૂકવા કરી માગ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવાતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના આધારે ગ્રામજનોએ થોડા દિવસ સ્કૂલની તાળાબંધી કરી હતી. લોકોના રોષને પારખી જઈને તંત્ર દ્વારા શાળાના આચાર્યની બદલી કરવામાં આવી હતી. શાંત થયેલા મુદ્દાને લઈને આજે ફરી હવા મળી હોય તેમ આજે કલેક્ટર કચેરીએ ગ્રામજનો પહોંચ્યાં હતાં.
ગ્રામજનોની રજૂઆત
ગ્રામજનો અને આગેવાનોએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત કરી હતી. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી પણ કરી હતી. તંત્ર દ્વારા આચાર્યની બદલી કરવામાં આવી છે. ગ્રામજનોએ કલેકટરને રજૂઆત કરીને આચાર્યને ફરી સ્કૂલમાં ન મુકવામાં આવે તેવી માંગ કરી હતી.
ઉગ્ર આંદોલનની ચીમકી
આચાર્યને ફરી તરગોળ પ્રાથમિક શાળાની અંદર મૂકવામાં આવશે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ ગ્રામજનોએ જણાવ્યું હતું. કલેકટરને રજૂઆત બાદ સંતોષકારક જવાબ મળતા બાળકોનું ભવિષ્ય ન બગડે તેના માટે શાળાનો જે પ્રોસેસ છે તે ચાલુ રાખીશું.








