મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રંગીન મિજાજી IPS ઓફિસર સામે દુષ્કર્મનો આક્ષેપ, PMO-CMO સુધી ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ

ગુજરાત: સરકારી અધિકારીઓ પર અવારનવાર ફરિયાદો થતી હોય છે ત્યારે રાજ્ય સરકારમાં ફરજ બજાવતા વધુ એક ઉચ્ચ

રંગીન મિજાજી IPS ઓફિસર સામે દુષ્કર્મનો આક્ષેપ, PMO-CMO સુધી ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ

ગુજરાત: સરકારી અધિકારીઓ પર અવારનવાર ફરિયાદો થતી હોય છે ત્યારે રાજ્ય સરકારમાં ફરજ બજાવતા વધુ એક ઉચ્ચ પોલીસ અધિકારી પર એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ ગાંધીનગરમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારી પર મહિલાએ કરેલા દુષ્કર્મના આક્ષેપોને કારણે વધુ એકવાર સરકાર ભીંસમાં મુકાઈ છે.

હાલ ગાંધીનગરમાં ફરજ બજાવતા IPS અધિકારીએ પોતે અપરિણીત હોવાનું કહીને ફરિયાદી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પીડિત મહિલાએ આક્ષેપિત IPS અધિકારીએ શોષણ કર્યું હોવાના આક્ષેપ લગાવતા જ અધિકારીઓના રાજમાં સોંપો પડી ગયો છે.

પીડિત મહિલાએ આક્ષેપિત IPS અધિકારી સામે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીથી લઈને વડાપ્રધાન અને રાષ્ટ્પતિ કાર્યાલય સુધી આ બાબતે ફરિયાદ કરી છે.

પીડિત મહિલાએ વર્ણવી ઘટના

એક કેસને લઈને અમદાવાદમાં મહિલા અને આક્ષેપિત IPS અધિકારીનો સંપર્ક થયો હતો. જે બાદ બન્ને વચ્ચે મેસેજ ચેટિંગ બાદ થોડા જ સમયમાં આ ઘટના ખાસ સંબંધમાં પરિણમી હતી. જો કે આ દરમિયાન આક્ષેપિત IPS અધિકારીએ પોતે અપરણિત હોવાનું પણ મહિલાને જણાવ્યું હતું. મહિલા અને IPS અધિકારી વચ્ચેના સંબંધ આગળ વધતા અધિકારીએ મહિલાને ખાનગી જગ્યાએ બોલાવી હતી. જ્યાં તેને લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. થોડા સમય બાદ IPS અધિકારીની બદલી બીજા જિલ્લામાં થઇ ગઈ હતી. જો કે બદલી બાદ પીડિત મહિલાને જાણ થઇ હતી કે આ અધિકારી તો પરણિત છે. પરણિત હોવાની વાતચીત દરમિયાન અધિકારીએ મહિલાને જાણ કરી હતી કે તેણી બીજે પરણી જાય. મહિલાને હકીકતોનો જાણ થતા જ IPS અધિકારી સાથેના તમામ સંબંધ કાપી નાખ્યા હતા.

જો કે મહિલાએ બીજી જગ્યાએ લગ્ન કરી લીધા બાદ પણ આક્ષેપિત IPS અધિકારીએ મહિલા સાથે સતત મેસેજથી વાતચીત ચાલુ રાખવા અને મળવા માટે દબાણ કર્યું હતું. પીડિત મહિલાએ આ સમગ્ર ઘટનાની જાણ પોતાના પતિને જણાવી હતી.

જે બાદ પીડિત મહિલાના પતિએ આ મામલે IPS અધિકારી સાથે ફોન પર વાતચીત કરી હતી એની બન્ને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. જે બાદ સમગ્ર ઘટના ગૃહમંત્રી સુધી પહોંચી હતી. જો કે આ મામલે લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન થવાને પગલે IPS દ્વારા દુષ્કર્મ કરવાનો મામલો મીડિયા સુધી પહોંચ્યો હતો.

દુષ્કર્મની અરજી બાદ તપાસનો ધમધમાટ

IPS અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની અરજી કર્યા મામલે પોલીસની એજન્સી દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ફરિયાદ બાદ પીડિતાના પતિ અને IPS અધિકારી વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે. આ વાયરલ ઓડિયોમાં આક્ષેપિત IPS અધિકારી પીડિત મહિલાના પતિને સતત માફી માંગતો અને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે આજીજી કરતો હોવાનું જણાઈ રહ્યું છે. 

IPS અધિકારીએ મહિલાને પોતાની પત્ની હોવાનું કહીને હોસ્પિટલમાં સારવાર કરાવી

કોરોનાકાળમાં IPS અધિકારીએ મહિલાને પોતાની પત્ની હોવાનું કહીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ કરાવી હતી. હોસ્પિટલમાં પીડિત મહિલાનું નામ IPS અધિકારીની અટક સાથે નોંધાવ્યું હતું. જો કે પીડિત મહિલા સારવાર બાદ હોસ્પિટલની ફાઈલમાં પોતાનું નામ IPS અધિકારીની અટક સાથે જોઈને દંગ રહી ગઈ હતી.

આ સમાચાર શેર કરો