મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આ કેવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સંસદ ભવન બાદ હવે સુરત એરપોર્ટમાં પાણી ટપકતા 3 ડોલ મુકાઇ

અમદાવાદનું વર્લ્ડ ક્લાસ મેદાન હોય કે પછી નવા સંસદ ભવન વિકાસના પ્રકલ્પ

આ કેવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સંસદ ભવન બાદ હવે સુરત એરપોર્ટમાં પાણી ટપકતા 3 ડોલ મુકાઇ

અમદાવાદનું વર્લ્ડ ક્લાસ મેદાન હોય કે પછી નવા સંસદ ભવન વિકાસના પ્રકલ્પોમાંથી પાણી ટપકે એટલે ડોલ મૂકવામાં આવે છે. ત્યારે ડોલ હવે સુરત એરપોર્ટ પર પણ જોવા મળી રહી છે. સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટપકતાં વરસાદી પાણીને ઝીલવા માટે એક બે નહીં પરંતુ 3 જેટલી ડોલ મૂકવામાં આવી હતી. જેથી નવા જ બનેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મૂકાયેલા ઈન્ટરનેશનલ એરપોર્ટની આબરૂ ધૂળ ધાણી થતી જોવા મળી હતી.

લોકોને લપસતાં બચાવાયા

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકતું હોવાનો વીડિયો સામે આવ્યો છે. જૂના ટર્મિનલના  એરોબ્રિજની લોબી પાસે જ પાણી ટપકતુ હોવાથી 3 ડોલ મૂકાઈ છે. પાણી ટપકતા કોઈ લસપીને પડે નહીં તેનું ધ્યાન રાખતા ઓથોરિટી દ્વારા 2000 સ્કવેર ફૂટનો એરિયા બેરીકેટ મારી બંધ કરાયો છે. 

ખર્ચો પાણીમાં

જૂના ટર્મિનલની બંને તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગના કેટલાક ભાગને BCAS દ્વારા હજી મંજૂરી આપવા આવી નથી. ત્યારે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ વરસાદની સિઝનમાં શરૂ થવાની શક્યતા નહિવત્ છે. જેથી આખું ચોમાસું ટપકતાં પાણીના લીધે 2000 સ્ક્વેર ફૂટનો વિસ્તાર બેરિકેડથી બ્લોક રહેશે.AAIના સૂત્રો કહે છે કે, 3 વર્ષમાં અનુક્રમે 3.71 કરોડ, 4.63 કરોડ અને 10.17 કરોડનો ખર્ચ રિપેરિંગ અને મેઇન્ટેનન્સ પાછળ કરાયો છે.

આ સમાચાર શેર કરો