મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ATMમાં અજાણ્યાની મદદ મેળવતા પહેલા સાવધાન, સુરતમાં આંતરરાજ્ય ગેંગ આ રીતે લોકો સાથે કરતી ઠગાઈ

મફતની મદદ કરવા આવનારથી સાવધ રહેવું પડે તેવો બનાવ સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા પોલીસ

ATMમાં અજાણ્યાની મદદ મેળવતા પહેલા સાવધાન, સુરતમાં આંતરરાજ્ય ગેંગ આ રીતે લોકો સાથે કરતી ઠગાઈ

મફતની મદદ કરવા આવનારથી સાવધ રહેવું પડે તેવો બનાવ સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા જતાં લોકોની મદદ કરવાના નામે ખેલ કરવામાં આવતો હતો. પાસવર્ડ સહિતની વિગતો એટીએમની મેળવીને લઈને આંતરરાજ્ય ટોળકી દ્વારા ઠગાઈ આચરવામાં આવતી હતી. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો છે. 

49 એટીએમ કાર્ડ મળ્યા

કાપોદ્રા પોલીસે ATM કાર્ડ ફેરવી છેતરપિંડી કરતા આરોપીને ઝડપી પાડ્યા છે. ATM પીન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના બે સાગરીતો ઝડપાયા છે. લોકોને ATMમાં સમજ ન પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા. ATM મેળવી અન્ય કાર્ડ આપી બાદ પૈસા ઉપાડી લેતા હતા. આરોપીઓ પાસેથી કાપોદ્રા પોલીસે 49 જેટલાં ATM કાર્ડ કબ્જે કર્યા છે. આરોપીની ધરપકડ સાથે ATM કાર્ડ, મોબાઈલ, બાઈક અને રોકડા રૂપિયા કબ્જે લીધા છે.

આરોપીઓ હનિટ્રેપમાં પણ ફસાયેલા

પોલીસે કહ્યું કે, આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ ભેરૂલાલ જાટ બન્ને રાજસ્થાનના વતની છે. આરોપીની સામે રાજસ્થાનમાં અગાઉ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી દ્વારા હનિટ્રેપ, લૂંટ સહીત ATM ફ્રોડ સહિત ગુનામાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા પોલીસે બંને આરોપી પાસેથી એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ સમાચાર શેર કરો