સુરતમાં કેસ ન કરવાના બદલે માંગી 3 લાખની લાંચ, 1 લાખ લેતા PSI આ રીતે ઝડપાયો
સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર લલિત પુરોહ

સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર લલિત પુરોહિતની બનાસકાંઠા એસીબી દ્વારા એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પોલીસ કર્મચારી દ્વારા અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે 3 લાખની લાંચ માગી હતી. જોકે ફરિયાદીએ લાંચની રકમ વધારે હોવાનું જણાવતા રકજકના અંતે 1 લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી. જોકે, ફરિયાદીએ સમગ્ર ઘટના અંગે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના અધિકારીએ છટકું ગોઠવીને પીએસઆઇ પુરોહિતને ઝડપી પાડ્યો હતો.
લાખ રૂપિયા નક્કી કરાયા
એસીબીના સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર બનાસકાંઠા ખાતે રહેતા ફરિયાદી વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જેની તપાસમાં જોતરાયેલા પીએસઆઇ લલિત પુરોહિતે અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી પાસેથી ત્રણ લાખ રૂપિયાની માંગ કરી હતી. અલબત્ત બંને પક્ષો વચ્ચે ભારે રકજકના અંતે એક લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી. ફરિયાદી દ્વારા એક લાખ રૂપિયાની લંચ આપવાને બદલે બનાસકાંઠા એસીબીમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.
ટ્રેપ બિછાવાઈ
એસીબી પોલીસ દ્વારા પીએસઆઇ લલિત પુરોહિતને રંગે હાથ ઝડપી પાડવા માટેની ટ્રેપ બિછાવામાં આવી હતી. જેના આધારે ગતરોજ ફરિયાદી એક લાખ રૂપિયાની લાંચ આપવા માટે આરોપી પીએસઆઇ પુરોહિતને સુરત રેલવે સ્ટેશનની સામે આવેલી બિસ્મિલ્લા હોટલ ખાતે પહોંચ્યો હતો. ત્યાં ફરિયાદી પાસેથી લાંચ લેતા પીએસઆઇ પુરોહિત એસીબીના આબાદ છટકામાં ઝડપાઈ ગયો હતો. હાલમાં એસબી દ્વારા આરોપી વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








