સુરતમાં હીટવેવથી માસૂમ સહિત યુવકનું મોત, બાળકની માતાનું હૈયાફાટ રૂદન, લૂ લાગતા 10 થયા બેભાન
સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હીટવેવને લઈને સુરતમાં બેના મોત થયા છે. જ્યારે 1

સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હીટવેવને લઈને સુરતમાં બેના મોત થયા છે. જ્યારે 10 જેટલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હીટવેવને લઈને પાલિકા સહિતના તંત્ર દ્વારા લોકોને સાવધ કરતી અપીલ કરવામાં આવી રહી છે. જો કે, આકરી ગરમીના કારણે શરીરમાંથી પાણી ઘટી જતાં મોત થઈ રહ્યા હોવાનું તબિબો કહી રહ્યાં છે.
29 દિવસના બાળકનું મોત
પાંડેસરા નજીક વડોદ ગામના ગણેશ નગરમાં રહેતા સિવતી નનકુ દુબે (ઉ.વ.આ.29) દિવસનું મોત નીજ્યું હતું. પિતા કપડાની કંપનીમાં કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. સવારે પાંચ વાગ્યે માતાએ બાળકને દૂધ પીવડાવ્યું હતું. બાદમાં બાળકી જાગી જ નહી. જેથી સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. ડોક્ટરનું કહેવું છે કે, તેણીને ડાયરિયા હતાં. સાથે જ હાલ ગરમી વધુ હોવાથી સમયાંતરે દૂધ ન મળતાં બાળકીના શરીરમાંથી પાણી ઘટી જતાં સાથે ડાયરિયાના કારણે તેણીનું મોત થયુ હોય શકે છે.
અજાણ્યા યુવકનું મોત
પાંડેસરાના ગોવાલકનગર આશાપુરી-2 પાસે જાહેર રસ્તા પર અંદાજે 30 વર્ષનો યુવક બેભાન હાલતમાં હતો. જેથી રાહદારીઓ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી તાત્કાલિક 108 યુવકને સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જો કે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અજાણ્યા યુવકનું મોત હીટવેવના કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સફાઈ કામદાર સહિત 10 બેભાન
મહાનગરપાલિકાની કાદરશાની નાળ પાસે ગટરની સાફસફાઈ કરી રહેલા ભીખાભાઈ મોહનભાઈ સોલંકી કામ કરી રહ્યાં હતાં. તે દરમિયાન તેને અચાનક ગભરામણ થવા લાગી હતી. જેથી સાથી કામદારો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યાં હતાં. ભીખાભાઈ સેન્ટ્રલ ઝોનમાં સફાઈ કામદાર તરિકે સેવા આપી રહ્યાં છે.








