ગોંડલ: મૃતક રાજકુમાર જાટના શરીર પર મારના નિશાન, પ્રાઈવેટ પાર્ટમાં 7 સેન્ટી મીટર ઊંડો ચિરો
ગોંડલના રાજકુમાર જાટના મોતના મામલે શંકા ઉપજવાને તેવા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મૃતક રા

ગોંડલના રાજકુમાર જાટના મોતના મામલે શંકા ઉપજવાને તેવા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા અનેક મુદ્દાઓ છે, જેમાં પ્રાઈવેટ પાર્ટમાં 7 સેન્ટીમીટર ઊંડો ચિરો અને લાકડીથી થયેલા 4 સેન્ટીમીટરના ઇજાના નિશાનોનો સમાવેશ થાય છે.
4-4 સેન્ટીમીટરના ઇજાના નિશાન
આ ઇજા અકસ્માતમાં થઈ હોય તેવી શક્યતા નથી, કારણ કે અકસ્માતમાં એક જ સરખા ઇજાના નિશાન થાય તેવું માનવામાં આવતું નથી. આથી, આ કેસમાં હત્યાની શંકા વધુ પ્રબળ બની રહી છે.આ કેસમાં પોલીસ યોગ્ય તપાસ કરશે કે નહીં, તે લઈને પણ શંકાઓ ઉભી થઈ છે.
અધૂરા CCTV ફૂટેજની જેમ આ કેસની તપાસ પણ અધૂરી અને ગૂંચવાયેલી રહે તેવી શક્યતા
જયરાજસિંહ જાડેજા જેવા બાહુબલી નેતાના બંગલાના અધૂરા CCTV ફૂટેજની જેમ આ કેસની તપાસ પણ અધૂરી અને ગૂંચવાયેલી રહે તેવી શક્યતા છે. આથી, આ કેસમાં ન્યાય મળશે કે નહીં, તે લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.






