રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં ફોરેન્સિક પીએમના રિપોર્ટ સામે આવ્યો, વાંચો
ગોંડલના માજી એમએલએ જયરાજસિંહ જાડેજાના બંગલામાં મારઝૂડ બાદ રાજકુમાર જાટ નામનો યુવ

ગોંડલના માજી એમએલએ જયરાજસિંહ જાડેજાના બંગલામાં મારઝૂડ બાદ રાજકુમાર જાટ નામનો યુવક ગુમ થઈ ગયો હતો. જે બાદ મૃતકની બહેન અને તેના પિતાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર આરોપ મૂક્યા હતા. આ ઉપરાંત મૃતક યુવકની બહેને પોતાના ભાઈના મોતની તપાસ સીબીઆઈ કરે તેવી માંગ પણ કરી હતી.
જેથી આ સમગ્ર કેસની તપાસ કરેલી કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાઈમરી રિપોર્ટ મળ્યો હતો. આ રિપોર્ટમાં મૃતક રાજકુમાર જાટનું મોત અકસ્માતને લીધે થયેલી ઈજાઓ હોવાનો ખુલાસો થયો હતો. મૃતક યુવકના શરીર પર અકસ્માત સિવાય બીજી કોઈપણ ઈજાના નિશાન ન હોવાનું સામે આવ્યું હતું.
આ અગાઉ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ દ્વારા પોતાના પુત્રની હત્યા થઈ હોવાનો કરવામાં આવ્યો હતો આક્ષેપ. ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસને આપવામાં આવેલી ગુમશુદા ફરિયાદમાં રતનલાલ જાટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં પુત્ર રાજકુમારને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.






