મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાળકોમાં વધતું જતું જાડાપણું મોટી ચિંતાનો વિષય, PMનું ફિટ ઈન્ડિયા મિશન છે એક ઉકેલ

દેશના ભવિષ્યનો આધાર આજના બાળકોના આરોગ્ય અને સુખાકારી પર ટકેલો છે. આમ તો, પ્રજાસત્તાક દિ

બાળકોમાં વધતું જતું જાડાપણું મોટી ચિંતાનો વિષય, PMનું ફિટ ઈન્ડિયા મિશન છે એક ઉકેલ

દેશના ભવિષ્યનો આધાર આજના બાળકોના આરોગ્ય અને સુખાકારી પર ટકેલો છે.  આમ તો, પ્રજાસત્તાક દિનની ઉજવણીના કેન્દ્રમાં દેશની એકતા અને વિકાસ છે, પરંતુ આ દિવસ, દેશના આરોગ્ય અંગે વિચારવાનો અવસર પણ છે. આજે આપણો દેશ બાળકોમાં જાડાપણાની એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જેના કારણોમાં ઊંડા ઉતરીને તાત્કાલિક ઉકેલ અંગે આપણે સાથે મળીને પ્રયત્નોને વધારવાની જરૂર છે.    

આ પણ વાંચોઃ મહિસાગરમાં દીકરીને જાતિનો દાખલો ન મળતાં પિતાનો આપઘાત, ધક્કા ખાવા છતાં નહોતો મળતો ન્યાય

ભારતમાં 1.44 કરોડથી વધુ બાળકોમાં જાડાપણું  

ડો. જાફરીન જાસાણીએ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ભારતના બાળકોમાં જાડાપણાનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે બમણું થઈ ગયું છે. આ સમસ્યા માત્ર વજન જ નથી વધારતી પરંતુ બાળકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કરે છે.  બાળકોમાં વધતાં જતાં જાડાપણાથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ, અને કેટલાક પ્રકારના કેન્સર સુધીનો ખતરો વધી જતો હોય છે. જો માનસિક અસરની વાત કરીએ તો તે તેમના મનોબળ પર પણ અસર કરે છે, જેમાં આત્મવિશ્વાસની ઉણપ, ડિપ્રેશન અને એકલતાની લાગણીનો સમાવેશ થાય છે.  

ફિટ ઈન્ડિયા - એક હેલ્ધી ભવિષ્ય તરફનું પગથિયું છે   

આ હાલતમાં સુધાર લાવવા માટે એક સકારાત્મક પહેલ કરવામાં આવી છે –ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ. વર્ષ 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આ અભિયાન લોકો અને ખાસ કરીને બાળકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. આ અભિયાન હેઠળ બાળકોમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા શાળાઓમાં ફિટનેસ કાર્યક્રમો યોજાય છે. ગ્રુપ એક્ટિવિટી દ્વારા શરીરને મજબૂત બનાવવાની માનસિકતા વિકસાવાય છે. જો બાળપણમાં જ યોગ્ય ટેવો અપનાવવામાં આવે તો ભવિષ્યમાં જાડાપણાને ઓછું કરવા સાથે આરોગ્યની સમસ્યાઓને પણ ઘટાડી શકાય છે.   

જાડાપણું કન્ટ્રોલ કરવું સહેલું છે, બસ આટલું કરો

1. માતા-પિતાઃ ઘર અને શાળામાં પોષક અને હેલ્ધી ખોરાક આપો અને તે માટે બાળકોને પ્રેરિત કરો
2. શારીરિક પ્રવૃત્તિ: દૈનિક ઓછામાં ઓછું એક કલાક સુધી રમતો, સાયકલિંગ, ડાન્સ, કે તરવા જેવી ગતિવિધિઓમાં જોડો.  
3. સ્ક્રીન ટાઈમઃ મોબાઈલ, ટીવી અને વીડિયો ગેમ્સમાં સમય ઘટાડી રમતગમતમાં વધારો
4. સારો ખોરાકઃ શાકભાજી, ફળો, મિલેટ્સ અને પ્રોટીયુક્ત ખોરાક પર વધુ ભાર આપો. પ્રોસેસ્ડ અને વધુ સુગર વાળા ખોરાકનો ત્યાગ કરો.  
5. સમાજનો સહયોગ: પાર્ક, રમતગમત કેન્દ્રો અને અન્ય પ્રવૃત્તિઓ થતી હોય તે જગ્યાઓને વધુ સક્રિય બનાવો. તેમાં સ્થાનિક તંત્ર, શાળાઓ અને સમાજનો સહયોગ લો.  

આ સમાચાર શેર કરો