સુરત: નવરાત્રિમાં અસામાજિક તત્વોને પાઠ ભણાવશે પોલીસની આ ખાસ ટીમ, ચેનચાળા કર્યા તો ગયા સમજો
સુરતમાં નવરાત્રિ દરમિયાન જો અચાનક જ કોઈ મહિલાને સુરક્ષા માટે પોલીસની જરૂર હશે

સુરતમાં નવરાત્રિ દરમિયાન જો અચાનક જ કોઈ મહિલાને સુરક્ષા માટે પોલીસની જરૂર હશે તો તે હેલ્પલાઇન નંબર પર કોલ કરશે અને પોલીસ તાત્કાલિક મહિલાની મદદ માટે પહોંચી જશે. સુરત પોલીસની સિટી પરંપરાગત પરિવેશમાં ગરબા આયોજનોમાં હાજર રહેશે. જેથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. રાજકોટની ઘટના બાદ પોલીસ દરેક આયોજનને અલગ અલગ પાસાઓ ધ્યાનમાં રાખીને જ પરવાનગી આપશે. તેવી જાણકારી સુરત ડીસીપી હેતલ પટેલે આપી હતી.
શી ટીમ ગ્રાઉન્ડ પર હાજર રહેશે
નવરાત્રિના આયોજનને લઈ સુરત પોલીસનું જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે.ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. શી ટિમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે.ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરાશે.રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રિના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે.ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી. આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે.મોટી નવરાત્રિના આયોજનોમાં શી ટિમ ફરજ બજાવશે. મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નમ્બર પર ફોન કરીને મદદ માગશે. તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે.
ખેલૈયાના વેશમાં પોલીસ બજાવશે ફરજ
ડીસીપી હેતલ પટેલે કહ્યું કે, પોલીસની શી ટીમ પરંપરાગત પરિવેશમાં ગરબાના ગ્રાઉન્ડમાં રહેશે. આ સાથે ડ્રોન સર્વલેન્સ પણ કરવામાં આવશે. રાજકોટમાં જે ગેમ ઝોનની ઘટના બની એ ઘટનાને ધ્યાનમાં રાખી બંધ ડોમ અથવા તો સ્ટ્રક્ચરની અંદર જ્યાં આયોજન થાય છે. ત્યાં લોકોની અને પાર્કિંગની કેપિસિટી ખાસ જોવામાં આવશે. એમના ઇમર્જન્સીના પ્લાનિંગ શું છે, ફાયરના પ્લાનિંગ શું છે. તે અંગેની તમામ માહિતી એકત્ર કરવામાં આવશે. ત્યાર પછી જ તેમને મંજૂરી આપવામાં આવશે. સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે. ત્યાર પછી જ તેમને લાઇસન્સ મળશે.








