મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બારડોલીમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, ગટરના પાણી ઉભરાતા રસ્તામાં ઘૂંટણ સમા પાણી ભરાયા

બારડોલી નગરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સામાન્ય વરસાદમાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીન

બારડોલીમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, ગટરના પાણી ઉભરાતા રસ્તામાં ઘૂંટણ સમા પાણી ભરાયા

બારડોલી નગરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સામાન્ય વરસાદમાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. બારડોલી નગરના વોર્ડ નંબર 7માં સામરીયા મોરા વિસ્તારમાં ગટર લાઈન બ્લોક થતા ગટરનું પાણી ઉભરાયું હતું. જેથી જાહેર માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. હાલ બોક્સ ડ્રેનેજની કામગીરી ચાલુ હોય પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન પર પાળા બનાવી દેતા સ્થિતિ સર્જાઈ હતી. જેને લીધે રહીશો એ સમસ્યાનો સામનો કરવાની નોબત આવી હતી. 

ડ્રેનેજનું કામ ચાલુ હોવાથી ખાડી પર પાળા બનાવાયા

વોર્ડ નંબર 7માં ઘણા દિવસોથી આશાપુરા મંદિર નજીક શામળિયા મોરા વિસ્તારમાં અનેક વખત આવી સ્થિતિ સર્જાય છે. પાલિકાના નિષ્ક્રિય શાસકો અને અધિકારીઓની નિષ્ફળ કામગીરીને પગલે અહીં ઘણીવાર ગટરનું  દૂષિત મારતું પાણી પૂરની સ્થિતિમાં ફરી વળે છે.  પાલિકા દ્વારા નવી બોક્સ ડ્રેનેજ લાઈનનું કામ દોઢ વર્ષથી ચાલી રહ્યું હતું. જે સમયસર હજુ પૂરું થઈ શક્યું નથી. આ બોક્સ ડ્રેનેજની કામગીરીને લઈને પાલિકા દ્વારા ખાડી પર પાળા બનાવી દીધા હતા. જેથી આ ગટરનું દૂષિત પાણી ઉભરાઈને મુખ્ય માર પર ફરી વળવાની નોબત આવી હતી.

નગર સેવકો ફરકતા પણ નથી

નગરપાલિકાના ચીફ ઓફિસરના મત મુજબ આ બોક્સ ડ્રેનેજનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું છે. ગટરનું પાણી પૂરમાં ફેરવાઈ જાય છે. ત્યારે આવા સમયે વોર્ડના એક પણ નગરસેવક રહીશોની સમસ્યાના ઉકેલ માટે સાંભળવા તૈયાર ન હોવાનું તેમજ સ્થળ પર ફરકતા પણ  નહીં હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. બારડોલી નગરપાલિકામાં નિષ્ક્રિય શાસકોને લઈને અધિકારીઓ અને કર્મચારીઓ પણ પોતાના મનસૂબા પ્રમાણે કામ કરવા ટેવાયેલા હોવાથી એક પણ કામ સમયસર અને ગુણવત્તાયુક્ત પૂરું થતું નથી. જેના ભોગ હંમેશને માટે વોર્ડના સામાન્ય નાગરિકો બની રહ્યા છે.

આ સમાચાર શેર કરો