મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, રાજ્ય સરકારે કર્યો આ નિર્ણય

પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પો

અમદાવાદ: પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, રાજ્ય સરકારે કર્યો આ નિર્ણય

પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પહેલાં 25 નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. 

 10થી 15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષાના આયોજનને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નક્કી તારીખ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળોએ EDના દરોડા, બોગસ બેન્ક ખાતા ખોલવાને લઇને કાર્યવાહી

પરીક્ષામાં વિલંબનું કારણ? 

મળતી માહિતી મુજબ, હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હવે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં મોડું થતાં ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળશે. 

આ સમાચાર શેર કરો