મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળોએ EDના દરોડા, બોગસ બેન્ક ખાતા ખોલવાને લઇને કાર્યવાહી

ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળોએ EDએ દરોડા પાડ્યા છે. ફેક IDથી બેન્ક ખાતા ખોલવાની ઘટના મામલે દરોડા પાડવામાં આવ્યા

ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળોએ EDના દરોડા, બોગસ બેન્ક ખાતા ખોલવાને લઇને કાર્યવાહી

ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળોએ EDએ દરોડા પાડ્યા છે. ફેક IDથી બેન્ક ખાતા ખોલવાની ઘટના મામલે દરોડા પાડવામાં આવ્યા છે.

અમદાવાદ-સુરત સહિત 23 જગ્યાએ EDના દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)ए માલેગાંવ સ્થિત એક વેપારી સામે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેણે 100 કરોડથી વધુના વ્યવહારો કરવા માટે વિવિધ લોકોના બેંક ખાતાનો કથિત રીતે દુરુપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: રાજસ્થાનના ટોંકમાં ભડકી હિંસા: પ્રદર્શનકારીઓએ 100 ગાડી ફૂંકી મારી, જાણો શું છે ઘટના

ફેડરલ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ મહારાષ્ટ્રમાં માલેગાંવ, નાસિક અને મુંબઈ અને ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 23 જગ્યાઓ પર સર્ચ કરી રહી છે.

મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે.

આ સમાચાર શેર કરો