મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજસ્થાનના ટોંકમાં ભડકી હિંસા: પ્રદર્શનકારીઓએ 100 ગાડી ફૂંકી મારી, જાણો શું છે ઘટના

રાજસ્થાનના ટોંક જિલ્લાના સમરાવતા ગામમાં પ્રદર્શનકારીઓએ દોઢ કલાક સુધી તાંડવ મચાવ્યો હતો. ગામમાં ઘરોમાં ઘુસીને તોડફોડ કરી

રાજસ્થાનના ટોંકમાં ભડકી હિંસા: પ્રદર્શનકારીઓએ 100 ગાડી ફૂંકી મારી, જાણો શું છે ઘટના

રાજસ્થાનના ટોંક જિલ્લાના સમરાવતા ગામમાં પ્રદર્શનકારીઓએ દોઢ કલાક સુધી તાંડવ મચાવ્યો હતો. ગામમાં ઘરોમાં ઘુસીને તોડફોડ કરી હતી અને કેટલાક વાહનમાં આગ લગાવી હતી.હિંસાની આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી 60 લોકોની અટકાયત કરી છે.પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા

ટોંકમાં કેમ ભડકી હિંસા?

રાજસ્થાનના ટોંક જિલ્લાના દેવલી ઉનિયારા વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ ચૂંટણી ફરજ પર તૈનાત SDM અમિત ચૌધરીને થપ્પડ મારી હતી. તે બાદ જ્યારે પોલીસ નરેશ મીણાને પકડવા માટે સમરાવતા ગામમાં પહોંચી તો લોકોએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. નરેશ મીણાના સમર્થકોએ કેટલાક વાહનોને આગ પણ લગાવી હતી.

અત્યાર સુધી 60 લોકોની ધરપકડ

ટોંક જિલ્લાના દેવલી ઉનિયારા વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવાર નરેશ મીણાને પોલીસે પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન સમરાવતા ગામમાં પથ્થરમારો અને આગની ઘટના બની હતી. અજમેર રેન્જ આઇજી ઓમ પ્રકાશે જણાવ્યું કે પોલીસે આ ઘટનામાં અત્યાર સુધી 60 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ : બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનારો કારચાલક પોલીસ કર્મચારી નીકળ્યો, પંજાબથી ધરપકડ

નરેશ મીણાએ કર્યો ખુલાસો

રાજસ્થાનમાં SDMને થપ્પડ મારનાર નરેશ મીણા જાતે જ પોલીસ પાસે પહોંચી ગયા છે. આ દરમિયાન નરેશ મીણાએ મોટો ખુલાસો કર્યો છે. નરેશ મીણાએ કહ્યું કે, SDM ફેક વોટિંગ કરાવતા હતા માટે મે થપ્પડ મારી. પોલીસને ઘેરતા અપક્ષ ઉમેદવારે કહ્યું કે, મારા પર મરચી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. આટલું જ નહીં પોલીસે જ ગામમાં ઉભેલી ગાડીઓમાં આગ લગાવી હતી. આ દરમિયાન નરેશ મીણાએ એસપી, કલેક્ટર અને SDM વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો