મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની જાહેરાત, યોજાવા જઈ રહી છે વર્ગ 1-2ની પરીક્ષા

ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની તૈયારી કરી રહેલા ઉમે

GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની જાહેરાત, યોજાવા જઈ રહી છે વર્ગ 1-2ની પરીક્ષા

ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરીક્ષાને સંબંધિત મહત્ત્વની માહિતી આપી છે.  

આ પણ વાંચો: BZ કૌભાંડને લઇને મોટા સમાચાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CID ક્રાઇમના વડા સાથે યોજી સમીક્ષા બેઠક

ટૂંક સમયમાં વર્ગ 1-2 ભરતીની જાહેરાત થશે

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર GPSC વર્ગ 1-2ની ભરતી અને પરીક્ષાને લઈને જણાવ્યું હતું કે, 'વર્ગ 1-2 ભરતીની જાહેરાત આવનારા પખવાડિયામાં આપી શકીશું તેવી આશા છે. જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે પરંતુ પરીક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષામાં ભાગ લઈ શકે.'

યુપીએસસીને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવામાં આવશે 

યુપીએસસીની પરીક્ષા આપતા ઉમેદવારોને સરળતા રહે તેને લઈને હસમુખ પટેલે જણાવ્યું હતું કે, 'વર્ગ 1-2 ની પરીક્ષાનું સમયપત્રક યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની સાથે મેચ કરવાનો પ્રયત્ન છે. વર્ગ 1-2ની પ્રાથમિક પરીક્ષા યુપીએસસીની પ્રાથમિક પહેલા અને મુખ્ય પરીક્ષા યુપીએસસીની મુખ્ય પરીક્ષા પછી લેવાનું આયોજન છે જીપીએસસી વર્ગ 1-2 પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ યુપીએસસી આપવાને લાયક જ છે તે ન ભૂલે અને બંને પરીક્ષાઓ આપે.

આ પણ વાંચો: વડોદરાઃ ઝુલો ઝુલતા ટાઈ હિંચકાના કડામાં ફસાઈ, ફાંસો લાગી જતાં 10 વર્ષીય બાળકનું કમકમાટીભર્યું મોત

ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષા આપવા સક્ષમ

વધુમાં હસમુખ પટેલે કહ્યું હતું કે, 'ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપવા સક્ષમ છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા નથી કારણ કે તેઓ એ માન્યતા ધરાવતા નથી કે તેઓ સક્ષમ છે. પોતાની સક્ષમતા ઉપર ભરોસો રાખી આ પરીક્ષા પુષ્કળ મહેનત કરીને આપે તેવી મારી સૌને વિનંતી.'

આ સમાચાર શેર કરો