મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Monsoon / આગળ વધી રહ્યું છે ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે થશે મેઘરાજાની પધરામણી

IMD said monsoon will arrive in Gujarat by June 15 | Monsoon 2024 : ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ભારે ગરમી પડી રહી છે. જો કે, આ દરમિયાન હવામાન વિભાગ તરફથ

Monsoon / આગળ વધી રહ્યું છે ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે થશે મેઘરાજાની પધરામણી

Monsoon 2024 : ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ભારે ગરમી પડી રહી  છે. જો કે, આ દરમિયાન હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. IMD અનુસાર, ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે. ચોમાસાના આગમનની સાથે જ રાજ્યના લોકોને આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા છે.

15 જૂન સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશમાં ચોમાસાનું આગમન 

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 30 મેના રોજ નિર્ધારિત સમય પહેલા કેરળ પહોંચી ગયું હતું. અત્યાર સુધી ચોમાસું તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, 15 જૂન સુધીમાં ચોમાસું મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પ્રવેશી શકે છે.

ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર  

ગાંધીનગર અને અમદાવાદમાં હાલના દિવસોમાં  ભારે ગરમી પડી રહી છે. ગાંધીનગરમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાંધીનગર અને અમદાવાદમાં આખું અઠવાડિયું  આકરી ગરમી યથાવત રહેશે. આ સમગ્ર અઠવાડિયામાં ગાંધીનગર અને અમદાવાદનું મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો