MORBI : પતિએ પ્રેમિકા સાથે મળીને કરી નાખી પત્નીની હત્યા
Morbi News : મોરબીમાં એક પ્રણય ત્રિકોણમાં પરિણીતાની હત્યા થઈ છે. આ ઘટનામાં હત્યા કરનારો તેનો પતિ છે, જેણે પોતાની પ

Morbi News : મોરબીમાં એક પ્રણય ત્રિકોણમાં પરિણીતાની હત્યા થઈ છે. આ ઘટનામાં હત્યા કરનારો તેનો પતિ છે, જેણે પોતાની પ્રેમિકા સાથે મળીને પત્નીની ઢીમ ઢાળી દીધું છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ રાહુલ નાયકે તેની પ્રેમિકા રેવાલી સાથે મળીને પત્ની પાયલ ઉર્ફે રાનીની હત્યા કરી નાખી હતી. આ બન્નેએ મળીને પાયલ ઉર્ફે રાનીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બાદમાં મૃતદેહને ઓરડી પાછળ ફેંકી દીધો હતો.
રાહુલ નાયક તેની પ્રેમિકા રેવાલી સાથે પ્રેમમાં એટલો ગળાડૂબ હતો કે તે રેવાલીને બીજી પત્ની બનાવી સાથે રાખતો હતો. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.






