મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં લગ્નેતર સંબંધનો આવ્યો કરુણ અંજામ, પતિએ ભાઈ સાથે મળીને પત્નીના પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં ફરી એકવાર લગ્નેતર સબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. રુદરપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ગુનો ઉકે

સુરતમાં લગ્નેતર સંબંધનો આવ્યો કરુણ અંજામ, પતિએ ભાઈ સાથે મળીને પત્નીના પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં ફરી એકવાર લગ્નેતર સબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. રુદરપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ગુનો ઉકેલાયો છે. જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પત્ની સાથે આડાસબંધ રાખનાર દીપેશ વિશે જાણ થતાં પતિએ ભાઈ સાથે મળીને પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો હતો. દિપેશને મૂઢ માર મારવામાં આવ્યો હતો. અઠવા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

ઘર બહાર બોલાવી માર માર્યો

દિપેશ સવારે ઉઠ્યો નહોતો. તેનું મોત થઈ ગયું હતું. જેથી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પીએમમાં દિપેશના શરીર પર ઈજાના નિશાન મળ્યા હતાં. હર્ષદ કહાર અને તેના ભાઈ ધર્મેશએ સાથે મળીને દિપેશને માર માર્યો હતો. તેને ઘરેથી બહાર બોલાવીને માર માર્યો હતો. બન્ને આરોપીઓને હાલ પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરીછે.

મોબાઈલ ડેટાના આધારે ઝડપાયા

પોલીસે કહ્યું કે, મોબાઈલ ડેટાના આધારે તપાસ કરાઈ હતી. જેમાં વોટસએપમાં મૃતક દિપેશ તેની પત્ની સાથે વાત કરતી હતી. જેથી તપાસ કરી હતી. મૃતકની સાથે તે મહિલાને વાત કરતાં તેના પતિ જોઈ ગયા હતાં. જેથી બન્ને ભાઈઓએ જઈને પ્રેમીને માર માર્યો હતો. જેમાં તે ઘરે જતો રહ્યો હતો. આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક કોઈ કામ ધંધો કરતો નહી. 

આ સમાચાર શેર કરો