મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મદીનાથી હૈદરાબાદ ઈન્ડિગો ફ્લાઈટમાં `હ્યુમન બૉમ્બ` ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ બાદ કરાઈ રવાના

મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ફલાઈટનં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું

મદીનાથી હૈદરાબાદ ઈન્ડિગો ફ્લાઈટમાં `હ્યુમન બૉમ્બ` ધમકી, અમદાવાદમાં  ઈમરજન્સી લેન્ડિંગ બાદ કરાઈ રવાના

મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ફલાઈટનં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું..વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી.જેને લઈને ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે.

ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા એજન્સીઓ સક્રિય થઈ હતી.તેમજ બોમ્બ સ્ક્વોર્ડ સહિત પોલીસની ટીમે એરપોર્ટ પહોંચી હતી.પ્લેનના 180 મુસાફરો અને છ ક્રુ મેમ્બર્સ હતા..તેમજ પ્રોટોકોલ મુજબ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ કરતા ફ્લાઈટ માં 40 જેટલા મુસાફરનું નામ મોહમદ હોવાનું ખુલ્યું હતું.

ATC એ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવી

MAILમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે  ઈન્ડિગોની ફ્લાઈટ મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામના વ્યક્તિ એ કેપ્સ્યુલ ગળી છે,આ કેપ્સ્યુલથી માનવ બોમ્બ હુમલો  થશે અને ફ્લાઈટમાં મોટો ધમાકો થશે.ધમકીભર્યા હુમલા બાદ હૈદરાબાદ ATC એ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવી હતી.

આ સમાચાર શેર કરો