મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: રાજ્યના શામળાજી, અંબાજી, અમદાવાદ સહિતના શહેરોના મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો

નૂતન વર્ષ 2082ની શરૂઆત સાથે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજ

Gujarat news: રાજ્યના  શામળાજી, અંબાજી, અમદાવાદ સહિતના શહેરોના મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો

નૂતન વર્ષ 2082ની શરૂઆત સાથે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તિ અને ભવ્યતાનો મહોત્સવ જોવા મળ્યો. વહેલી સવારેથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયા મહારાજના દર્શન માટે ઉમટી પડ્યા.ભગવાન શામળિયા મહારાજને ખાસ હીરા જડિત મુઘટ અને ખંટી સોના ના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. આ ભવ્ય શણગાર દર્શનાર્થે આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો.ભક્તોએ નૂતન વર્ષની શરૂઆતમાં શાંતિ, સુખ અને યશની પ્રાર્થના સાથે ભગવાન શામળિયાના ચરણોમાં વંદન કર્યું. મંદિર પરિસરમાં ધર્મમય માહોલ છવાયો હતો અને આરતી, ભજન અને જાપના સ્વરો સાંભળતા શ્રદ્ધાળુઓએ નવવર્ષની શુભ શરૂઆત કરી.

નવા વર્ષની શરૂઆત સાથે જ આજે બેસતું વર્ષ હોવાથી અમદાવાદ શહેરના વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારે જ લોકો ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા મંદિરોમાં પહોંચી ગયા હતા.નગરના નગરદેવી ભદ્રકાળી મંદિરે પણ શ્રદ્ધાળુઓની ઉમટી પડતી ભીડ જોવા મળી રહી છે. ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહી મા નગરદેવીના દર્શન કરી રહ્યા છે. મંદિરમાં ધૂન, ભજન અને મંગળ આરતી સાથે ધાર્મિક માહોલ સર્જાયો છે.

આજથી નવા વર્ષની શુભ શરૂઆત થઈ છે અને ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ધામે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. બેસતા વર્ષના પવિત્ર દિવસે, વહેલી સવારથીજ ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા અંબાજી મંદિર તરફ દોડી આવ્યા હતા.સવારની મંગળા આરતી દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય માતાજીના ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. માતાજીની આરતી બાદ મહાદેવની પણ આરતી કરવામાં આવી હતી....દર વર્ષે જેટલી ભીડ નવરાત્રિમાં જોવા મળે છે, તેવા દ્રશ્યો આજે નવા વર્ષની શરૂઆતએ જોવા મળ્યા હતા. દર્શન માટે મંદિરમાં લાંબી રેલીઓ લાગી હતી અને ભક્તો ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

આ સમાચાર શેર કરો