ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીમાં ભાજપ જીત તરફ
ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. તો ગુજરાતન

ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. તો ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી. જે પાંચેય બેઠકોના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે.
ભાજપ બહુમતિ તરફ આગળ વધી રહી છે
પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીનો નવમો રાઉન્ડ પૂર્ણ થયો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 64,900 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 6,310 મત મળ્યાં છે. અર્જુન મોઢવાડિયા 58,580 મતથી વધારે લીડથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાને 32, 460 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને 18,400 મત મળ્યા છે. આ બેઠક પર ભાજપ 14,050 મતની લીડથી આગળ ચાલી રહ્યું છે.
માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી 16,500 વોટથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 34,350 મત મળ્યા છે. કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 18,955 મત મળ્યાં. અહીં ભાજપ 15,390 મતથી આગળ ચાલી રહ્યું છે.
પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ ઉમેદવારોની જંગી લીડ
પોરબંદર વિધાનસભા બેઠક પર પાંચમા રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 33,400 મત મળ્યા છે, મોઢવાડિયાની સામે કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને 3900 મત મળ્યા છે, આમ ભાજપના ઉમેદવાર મોઢવાડિયા 29 હજાર 400 કરતા વધારે મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 25,500 મત તો કોંગ્રેસ ઉમેદાવર મહેન્દ્ર પરમારને 12,990 મત મળ્યાં છે. ભાજપ 11,500 કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યું છે.
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 38,326 વોટ મળ્યા છે. તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 17,485 વોટ મળ્યાં છે. આમ, વાઘોડિયા બેઠક પર ભાજપ 20,840 વોટની લીડથી આગળ ચાલી રહ્યું છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાને 14,640 વોટ મળ્યા છે,તો કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલને 9,182 વોટ મળ્યા છે. આ બેઠક પર ભાજપ 5,450થી વધારે લીડથી આગળ ચાલી રહ્યું છે.
અર્જુન મોઢવાડિયા 29 હજારથી મતથી આગળ
પાંચમાં રાઉન્ડની મતગણતરીના અંતે પોરબંદર વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 33,400 મત મળ્યા છે, મોઢવાડિયાની સામે કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને 3900 મત મળ્યા છે. અર્જુન મોઢવાડિયા 29 હજાર 400 કરતા વધારે મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 18,950 મત તો કોંગ્રેસ ઉમેદાવર મહેન્દ્ર પરમારને 10,785 મત મળ્યાં છે. ભાજપ 8170 કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યું છે.
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 38,326 વોટ મળ્યા છે. તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 17,485 વોટ મળ્યાં છે.આ બેઠક પર ભાજપ 20,840 મતથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી.જે. ચાવડાને 14,640 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલને 9,182 વોટ મળ્યા છે. વિજાપુરથી ભાજપ 5,450થી વધારે લીડથી આગળ ચાલી રહ્યું છે.








