મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદની સાબરમતી જેલ કેટલી સુરક્ષિત? લોરેન્સ બિશ્નોઇને કેમ આ જેલમાં જ રાખવામાં આવ્યો

ભારતની કૂલ 1319 જેલમાંથી એક અમદાવાદની સાબરમતી જેલને ભારતની સૌથી સુરક્ષિત

અમદાવાદની સાબરમતી જેલ કેટલી સુરક્ષિત? લોરેન્સ બિશ્નોઇને કેમ આ જેલમાં જ રાખવામાં આવ્યો

ભારતની કૂલ 1319 જેલમાંથી એક અમદાવાદની સાબરમતી જેલને ભારતની સૌથી સુરક્ષિત જેલમાંથી એક ગણવામાં આવે છે. કેટલાક હાઇ પ્રોફાઇલ ગુનેગારોને આ જેલમાં રાખવામાં આવે છે. કુખ્યાત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પણ આ જેલમાં જ બંધ છે. લોરેન્સ બિશ્નોઇ પર 79 કેસ નોંધાયેલા છે. 10 કેસ તો એવા છે જેમાં પોલીસ માટે તેની ધરપકડ જરૂરી છે. લોરેન્સ બિશ્નોઇ પર ચાલી રહેલા 40 કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

લોરેન્સ બિશ્નોઇ છેલ્લા 14 મહિનાથી જેલની બહાર આવ્યો નથી. આગામી એક વર્ષ સુધી દેશના કોઇ પણ રાજ્યની પોલીસ તેને જેલની બહાર લાવી શકતી નથી. મહત્ત્વપૂર્ણ છે કે ભારતના ગૃહમંત્રાલય દ્વારા એક ખાસ કલમ હેઠળ લોરેન્સ બિશ્નોઇને એક સુરક્ષા કવચ મળેલુ છે. એવામાં સવાલ ઉભો થાય છે કે આ જેલ કેટલી સુરક્ષિત છે અને તેમાં સુરક્ષાની કેવી વ્યવસ્થા છે જે આ જેલમાં આ રીતે ગેન્ગસ્ટર્સને રાખવામાં આવે છે.
 
સાબરમતી જેલની સુરક્ષા વ્યવસ્થા?

દેશમાં કૂલ 1319 જેલ છે પરંતુ આ તમામની નજર અમદાવાદની સાબરમતી જેલ પર ટકેલી છે. આ તે જેલ છે જ્યા કુખ્યાત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પણ બંધ છે. લોરેન્સ બિશ્નોઇ સિવાય આ જેલમાં 2600 કેદી બંધ છે.

સુરક્ષાની વાત કરવામાં આવે તો અમદાવાદની સાબરમતી જેલમાં અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા છે જેમાં CCTV કેમેરા, મેટલ ડિરેક્ટર અને અન્ય સુરક્ષાના સાધનો સામેલ છે. આ જેલમાં કેદીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ વિવિધ પ્રકારના ગુનામાં સામેલ કેદીઓને અલગ અલગ બેરેકમાં રાખવામાં આવે છે જેથી તેમના વચ્ચે કોઇ ઝઘડો ના થાય. આ જેલમાં કેદીઓને બહારના લોકો સાથે સંપર્ક કરવાની પરવાનગી નથી.

લોરેન્સ બિશ્નોઇ ક્યા બંધ છે?

સાબરમતી જેલ બે ભાગમાં વહેંચાયેલી છે. લોરેન્સ બિશ્નોઇને જૂની જેલમાં રાખવામાં આવ્યો છે. આ જેલમાં 10 રૂમ છે જેમાંથી 9 રૂમ પુરી રીતે ખાલી છે. 10માં રૂમમાં લોરેન્સ બિશ્નોઇ એકલો રહે છે. જ્યારથી લોરેન્સને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો છે ત્યારથી તે કોઇ પણ બહારના વ્યક્તિને મળ્યો નથી. ના તો તેના ઘરેથી કોઇ તેને મળવા માટે આવ્યું છે. લોરેન્સ બિશ્નોઇના વકીલની પણ તેની સાથે સીધી મુલાકાત થઇ નથી. ક્યારેક ક્યારેક તેના વકીલની વીડિયો કોન્ફરન્સ દ્વારા જ તેની સાથે વાત થઇ શકે છે. આ સિવાય કોઇને પણ લોરેન્સ બિશ્નોઇને મળવાની પરવાનગી નથી. સાબરમતી જેલ સ્ટાફના પણ કેટલાક લોકો જ લોરેન્સ બિશ્નોઇને મળી શકે છે.

આ સમાચાર શેર કરો