મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદા જિલ્લામાં તરખાટ મચાવતા તસ્કરો, અફવાથી રાત્રે પહેરેદારી કરતાં લોકો અજાણ્યા પર આ રીતે પડે છે તૂટી

નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસ સુધી એવી અફવા ફેલાય છે કે, રાત્રી દરમિયાન ચોરની ગેંગ આવે છે.

નર્મદા જિલ્લામાં તરખાટ મચાવતા તસ્કરો, અફવાથી રાત્રે પહેરેદારી કરતાં લોકો અજાણ્યા પર આ રીતે પડે છે તૂટી

નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસ સુધી એવી અફવા ફેલાય છે કે, રાત્રી દરમિયાન ચોરની ગેંગ આવે છે. આ ચોરની ગેંગ હથિયારો લઈને ચોરી કરવા માટે આવે છે. જેને લઇને લોકો પણ ડરી રહ્યા છે. સાથે ઘણા લોકો રાત્રિ દરમિયાન જાગી રહ્યા છે. પરંતુ આ આપવાની કારણે નિર્દોષ લોકોને પણ માર મારતા હોય તેવી ઘટનાઓ બને છે. પ્રતાપ નગર ગામ ખાતેનો વિડીયો વાયરલ થયો હતો. જ્યાં એક સાધુ આવ્યા હતા. જેઓને ચોર સમજીને લોકોએ ઢોર માર્યો હતો. 

અજાણ્યા ચડે છે અડફેટે

ગોરા ગામે પણ રાત્રિ દરમિયાન અસ્થિર મગજનો વ્યક્તિ દેખાતા ભીડ ભેગી થતી. તેની ધોલ ધપાટ કરી લીધી હતી. ઉંડવા ખાતે પણ એક પરિક્રમા વાસીને ટોળાએ ઘેરી લીધો હતો. આમ અનેક જગ્યાએ રાત્રી દરમિયાન અને દિવસ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ દેખાય અને દેખાય તો તેની પર ચોરની શંકા કરે ટોળું ભેગું થતું જાય છે અને લોકો તેનો વિડીયો વાયરલ કરતા હોય છે.

પોલીસ બની એલર્ટ

ઘણી વખત તેને માર પણ મારતા હોય છે. ત્યાં ઘટનાને લઈને નર્મદા પોલીસ પણ એલર્ટ બની છે. દરમિયાન પેટ્રોલિંગ વધારી દેવામાં આવે છે. સાથે સાથે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવી છે કે, લોકો આવી કોઈ અફવાથી દૂર રહે. પોલીસનું કહેવું છે કે, કોઈ લોકોએ કાયદો હાથમાં ના લેવો જોઈએ કોઈ શંકાશીલ વ્યક્તિ દેખાય તો તેમને પોલીસને જાણ કરવી જોઈએ.

આ સમાચાર શેર કરો