મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવી પદ્ધતિઓ સાથે દેશમાં કેટલા આતંકી જૂથો સક્રિય? નાર્કો-ટેરરિઝમ, ડાર્ક વેબ, બાયો ટેરર સામે આંતરિક યુદ્ધ

ગુજરાતમાં દોઢ દાયકા પછી ફરી એક વખત આતંકવાદની ભારે ચર્ચા છે. ઈન્ડિયન મુજાહિદ્દીનના મહોર

નવી પદ્ધતિઓ સાથે દેશમાં કેટલા આતંકી જૂથો સક્રિય? નાર્કો-ટેરરિઝમ, ડાર્ક વેબ, બાયો ટેરર સામે આંતરિક યુદ્ધ

ગુજરાતમાં દોઢ દાયકા પછી ફરી એક વખત આતંકવાદની ભારે ચર્ચા છે. ઈન્ડિયન મુજાહિદ્દીનના મહોરતળે દેશભરમાં ફેલાવાયેલા આતંકની કમ્મર વર્ષ 2008માં ગુજરાત પોલીસે તોડી હતી. 17 વર્ષ પછી રાજસ્થાન સરહદથી ડ્રોનથી ત્રણ પિસ્તોલ અને કારતુસ ઘુસાડાયા તે લઈને જતાં બાયો ટેરર ફેલાવવાના મનસુબા સેવતા ત્રણ આતંકવાદીઓને ગુજરાત ATSએ ઝડપી પાડ્યા હતા. આ ઘટનાક્રમના કલાકોમાં જ દિલ્હીમાં ભારે ભીડ વચ્ચે કારમાં વિસ્ફોટ થખયો તે સાથેજ આતંકીઓના ડોક્ટર્સ મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી છે.

એરંડાથી રાઈઝીન ઝેર બનાવી આતંક મચાવવાનો પ્લાન પકડાતાં ગુજરાત ATS અને અન્ય રાજ્યની પોલીસ સાથે NIAએ દ્વારા સંયુક્ત તપાસ ચાલે છે. ISKPના નામે પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠનના ઈશારે હૈદરાબાદના ડોક્ટર અહેમદ સૈયદ અને બે સાગરીતો એરંડાના બીજમાં પ્રોસેસ કરીને આતંક ફેલાવવા સક્રિય બન્યાની વિગતો ખુલી છે. એ

રંડાથી આતંક મચાવવા ઈચ્છતા ત્રણ શખ્સોને તેમની સલમાતી માટે પાકિસ્તાનથી તેમના આકાઓએ ત્રણ પિસ્ટલ અને 30 કારતુસો મોકલ્યાં હતા. ચોંકાવનારી બાબત એ છે કે રાજસ્થાન સરહદે ડ્રોનથી હથિયારો ઉતારવામાં આવ્યા હતા તે ગુજરાતથી હૈદરાબાદ લઈ જવાતાં હતા. હથિયારો સાથે પકડાયેલા આતંકવાદીઓ બાયોટેરરની તૈયારી કરતાં હતા તેનો નવો ઘટસ્ફોટ પણ ATSની તપાસમાં થયો છે. ડોક્ટરીનો અભ્યાસ કરી ચૂકેલા તેવા યુવાનો ગુજરાત અને દિલ્હીની આ બે ઘટનાઓમાં સામેલ હતાં તે બાબતે દેશની સુરક્ષઆ એજન્સીઓ, પોલીસને નવેસરથી વિચારવા મજબૂર કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આતંક મચાવવા માટે નવી પેઢી સાથે નવી પધ્ધતિઓનો સહારો લઈ રહી છે. સરહદ પાર એટલેકે પાકિસ્તાનથી નાર્કો-ટેરરિઝમ ઉપરાંત બાયોટેરરનો ઘટસ્ફોટ થયો છે. આતંક ફેલાવવા માટે પાકિસ્તાન કે બીજા દેશોમાં બેઠાં બેઠાં ડાર્કવેબનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

નવી પદ્ધતિઓ સાથે દેશમાં કેટલા આતંકી જૂથો સક્રિય? ATS અને એજન્સીઓની તપાસ

ભારતના કેટલાક યુવાધનને  અલગ અલગ રીતે  ફોસલાવીને બ્રેન વોશ સતત કરવામાં આવી રહ8્યું છે. આતંક માટે ડ્રોન અને ડાર્ક વેબનો ઉપયોગ થઈ રહ્યો છે. ઈન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન સિસ્ટમ થકી ભારતના ભણેલા કેટલાક યુવાનો, યુવતીઓને ભડકાવી, ભટકાવીને આતંક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો