આતંકી અહેમદ સૈયદના ઘરમાંથી 6 લીટર કેમિકલનો જથ્થો જપ્ત, ATSના 10 અધિકારીઓએ હૈદરાબાદના ઘરમાં પાડ્યા દરોડા
ગુજરાત ATSના હાથે ઝડપાયેલા આતંકી ડો. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મહોમંદ સુહેલ સલીમખાનના રિ

ગુજરાત ATSના હાથે ઝડપાયેલા આતંકી ડો. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મહોમંદ સુહેલ સલીમખાનના રિમાન્ડ દરમિયાન એક પછી એક અનેક ચોંકાવનારી વિગચો સામે આવી રહી છે. ATSના સિનિયર અધિકારીઓની 10 જેટલી ટીમ દ્વારા હૈદરાબાદ અને લખનઉમાં આતંકીઓના ઘર સહિતના સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કેમિકલ એટેકની ફિરાકમાં હતો આતંકી
આ સર્ચ ઓપરેશન હૈદરાબાદ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં વસતા ડો. અહેમદ સૈયદના ઘરેથી 6 લીટર જેટલો રાઈઝીન કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી ISISના સતત સંપર્તમાં હતો, અને તે ગમે ત્યારે કેમિકલ એટેકની ફિરાકમાં હતો. ATSના સિનિયર અધિકારીઓની 10 જેટલી ટીમ દ્વારા લખનઉ અને હૈદરાબાદમાં આતંકીઓના ઘરે તેમજ અન્ય શંકાસ્પદ સ્થળો પર તપાસ કરવામાં આવી હતી.
આતંકી ડોક્ટર મેડિકલ પ્રેક્ટિસના બહાને ઝેરી કેમિકલ તૈયાર કરતો
પોલીસને અહેમદ સૈયદના ઘરેથી તપાસમાં 6 લીટર જેટલું તૈયાર કરેલું રાઇઝીન કેમીકલ અને અન્ય મટીરિયલ તેમજ ઝેરી કેમિકલ બનાવવાની ફોર્મ્યુલાના દસ્તાવેજ મળી આવ્યા હતા. આ ઉપરાંત આતંકી સંગઠનને લગતા પુસ્તકો પણ જપ્ત કરાયા હતા. ડો અહેમદ સૈયદ હૈદરાબાદમાં મેડીકલ પ્રેક્ટિસની આડમાં દવાનું કેમિકલ લાવીને રાઈઝીન નામનું ઝેરી કેમિકલ તૈયાર કરતો હતો. ATSએ હૈદરાબાદ અને અન્ય જિલ્લાઓમાં રહેતા 7 શંકાસ્પદ લોકોને દબોચ્યા હતા. જો ડોક્ટરના સંપર્કમાં હતા અને કેટલાક શખ્સો ઝેરી કેમિકલ તૈયાર કરવામાં મદદ કરતા હોવાની પ્રાથિમક વિગતો તપાસમાં બહાર આવી છે.






