મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'તમે કેટલા સભ્ય બનાવ્યા, PM સાહેબે રિપોર્ટ માંગ્યો છે'; ગુજરાત સરકારના બે મંત્રીઓ વચ્ચેની વાતચીત વાયરલ

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં બે મંત્રીઓની ગુસપુસ સામે આવી છે. સ

'તમે કેટલા સભ્ય બનાવ્યા, PM સાહેબે રિપોર્ટ માંગ્યો છે'; ગુજરાત સરકારના બે મંત્રીઓ વચ્ચેની વાતચીત વાયરલ

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં બે મંત્રીઓની ગુસપુસ સામે આવી છે. સદસ્યતા અભિયાનના ટાર્ગેટને લઇને બે મંત્રીઓ વચ્ચે ગપસપ થઇ હતી જેનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાત સરકારના બે મંત્રીઓ વચ્ચે ગુસપુસનો વીડિયો વાયરલ

ગુજરાત સરકારમાં બે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદિશ વિશ્વકર્મા વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થયો છે. આ બન્ને નેતાઓની વાતચીતના કેટલાક અંશ નીચે પ્રમાણે છે.


જગદીશ વિશ્વકર્મા-પાર્ટી...PM સાહેબે રીપોર્ટ માંગ્યો, તમને કેટલા વોટ મળ્યા? તમે કેટલા સદસ્યો બનાવ્યા? કન્ફર્મ ન્યૂઝ છે એકદમ...તમારા વોટર્સ કેટલા અને તમે કેટલા ટકા કર્યા..
ઋષિકેશ પટેલ- એનાથી શું સાબિત થશે? પરફોર્મન્સ સાબિત થશે
જગદીશ વિશ્વકર્મા- ના..પાર્ટી ઓલ ઓવર બીજી રીતે ચેક કરે છે
ઋષિકેશ પટેલ- જે થાય એ...કાઢી મેલે તો કાઢી મેલે...
જગદીશ વિશ્વકર્મા- અરે એમ નથી કહેતો હું... પાર્ટી એનું આખું એનાલિસિસ કરી રહી છે એમ કહું છું.
જગદીશ વિશ્વકર્મા- મોટાભાગની વિધાનસભામાં 45-50 ટકાએ પહોંચી છે.
ઋષિકેશ પટેલ- હું 50-55એ પહોંચ્યો છું.
જગદીશ વિશ્વકર્મા- તમને વોટ મળ્યા એમાંથી.
ઋષિકેશ પટેલ- મને 90000 જેટલા વોટ મળ્યા છે..

ગુજરાતમાં ભાજપનો સભ્યો બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ થતો નથી

ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાન શરુ કર્યું છે પણ મોળો પ્રતિસાદ મળ્યો છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તેમ છતાંય સભ્યપદ માટે ભાજપે અવનવા અખતરા અજમાવ્યા છે. આમ છતાંય સભ્ય નોંધાતા નથી. આ કારણોસર હાઇકમાન્ડે પ્રદેશ નેતાઓને ઠપકો આપ્યો છે. 

સદસ્યતા અભિયાનના શરુઆતમાં એવી ડીંગો હાંકવામાં આવી હતી કે, ઉત્તર પ્રદેશ કરતાં ગુજરાતમાં ભાજપ વધુ સભ્યો નોંધશે પણ એવું થયું નથી. અભિયાનની સમય અવધિ પૂર્ણ થવા આવી છે ત્યારે 2 કરોડની વાત તો બાજુએ રહી હજુ 50 લાખનો આંકડો પાર થઈ શક્યો નથી.

આ સમાચાર શેર કરો