ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે, જાણો તેનાથી બચવાના ઉપાય
હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસન

હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લીધે 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવો જાણીએ કે, ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવાના ઉપાય અને તેના લક્ષણો વિશે.
શું છે ચાંદીપુરા વાયરસ?
ભેજયુક્ત વાતાવરણમાં ફેલાય છે વાયરસ
ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાય છે વાયરસ
મચ્છર- માખીના કારણે ચાંદીપુરા વાયરસનો લાગે છે ચેપ
સેન્ડ ફ્લાય નામની માખીના કારણે ફેલાય છે વાયરસ
14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઈ શકે છે ચેપ
ચાંદીપુરા વાયરસના લક્ષણો
ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી
ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાય
કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ
માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો
બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો
મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે








