ગુજરાતમાં નકલીની ભરમાર: બાવળામાંથી ઝડપાયો નકલી ડોક્ટર, તંત્રએ હોસ્પિટલ કરી સીલ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારી, નકલી કચેરી, નકલી પોલીસ, નકલી શાળા પકડવાની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ત્યારે

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારી, નકલી કચેરી, નકલી પોલીસ, નકલી શાળા પકડવાની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બાવળામાંથી એક નકલી ડોક્ટર અને નકલી હોસ્પિટલ ઝડપાઈ છે.
અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારી દેવાઈ
પ્રાપ્ત માહિતી પ્રમાણે બાવળાના કેરાળા ગામમાં સ્થિત અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તાજેતરમાં આ જ હોસ્પિટલમાં એક બાળકીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું
થોડા દિવસ પહેલા આ જ હોસ્પિટલમાં એક બાળકીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. મેહુલ ચાવડા નામનો વ્યક્તિ હોસ્પિટલ ચલાવતો હતો.
તમને જણાવી દઈએ કે, આ અગાઉ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાવળા અને સાણંદમાં બોગસ ડોકટરો દવાખાના ખોલી ગામડાની ભોળી પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા હોવાના બનાવો સામે આવ્યા હતા.








