ભાવનગરમાં હનીટ્રેપ : ડોક્ટરનો નગ્ન વીડિયો બનાવી યુવતીએ કર્યા બ્લેકમેલ
Bhavnagar News : ભાવનગર શહેરમાં હનીટ્રેપનો કેસ સામે આવ્યો છે, જેમ એક યુવતીએ ડોક્ટરનો નગ્ન વીડિય

Bhavnagar News : ભાવનગર શહેરમાં હનીટ્રેપનો કેસ સામે આવ્યો છે, જેમ એક યુવતીએ ડોક્ટરનો નગ્ન વીડિયો બનાવી બ્લેકમેલ કર્યા છે. આ યુવતીએ ડોક્ટર પાસે નાણા અને એક કારની પણ માંગણી કરી હતી.
ડોક્ટરને બેભાન કરી નગ્ન અવસ્થામાં ફોટો-વીડિયો ઉતાર્યા
આ અંગે મળતી જાણકારી મુજબ શહેરના અધેવાડા વિસ્તારમાં આ બનાવ બન્યો છે. અધેવાડા વિસ્તારમાં આવેલા ૐ રેસીડેન્સી ફ્લેટના પાંચમા માળે રહેતી યુવતીએ દિવાળીના રજાના દિવસો દરમિયાન ડોક્ટરને ઘરે બોલાવ્યાં હતા અને સફેદ પ્રવાહી પીવડાવી ડોક્ટરને બેભાન કરી દીધા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસકર્મીઓએ વૃદ્ધ દંપત્તિને ખંખેર્યા, 12000 રોકડા અને 400 USD પડાવ્યાં
5 લાખ રૂપિયા અને કારની માંગણી કરી
આ યુવતીએ બેભાન અવસ્થામાં રહેલા ડોક્ટરના વસ્ત્રો ઉતારી નગ્ન અવસ્થામાં તેમની સાથે ફોટો-વીડિયો ઉતારી લીધા હતા અને બાદમાં આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી ડોકટર પાસે 5 લાખ રૂપિયા અને કારની માંગણી કરી હતી.
ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
આ સમગ્ર મામલે ભોગ બનનાર ડોક્ટરે ભરતનગર પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે પુરાવાઓ એકત્ર કરવા અને યુવતીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.








