મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગૃહમંત્રી સંઘવીની શિક્ષકોને સલાહ, 'સોટી વાગે છમ છમના ગુસ્સાથી નહીં પ્રેમથી સમજાવી આપો શિક્ષણ'

રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રાથમિક શાળાઓમાં કન્યાકેળવણી અને પ્રવેશોત્સવનો કાર્યક

ગૃહમંત્રી સંઘવીની શિક્ષકોને સલાહ, 'સોટી વાગે છમ છમના ગુસ્સાથી નહીં પ્રેમથી સમજાવી આપો શિક્ષણ'

રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રાથમિક શાળાઓમાં કન્યાકેળવણી અને પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે અલગ અલગ શાળાઓમાં નેતાઓની સાથે અધિકારીઓ પણ જોડાઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, અત્યારના સમયમાં બાળકોને ગુસ્સાથી નહીં પરંતુ પ્રેમથી શિક્ષણ આપવાની જરૂર છે.

જૂની કહેવતો બદલીએ

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, બાળકોને શિક્ષણ ગુસ્સામાં નહીં પ્રેમથી આપવું જોઈએ. સોટી વાગે છમ છમ વિદ્યા આવે ઝમઝમની કહાવતને બદલે પ્રેમથી બાળકોને સમજાવવાની જરૂરી છે. શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે સ્કિલ છે. તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખ લેવાની જરૂર છે.

સ્કિલ કેળવવી જરૂરી

રાજ્ય સરકાર દ્વારા હાલ શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ડિગ્રી વાળા શિક્ષકો સારું ભણાવે છે. તેવું નથી. પરંતુ, શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની સ્કિલ રહેલી છે. જેથી બાળકોના માનસને સમજીને સારી રીતે ભણાવવા ખૂબ જરૂરી છે. 21મી સદીના બાળકોને ગુસ્સાથી નહીં પરંતુ પ્રેમથી વાળવા જોઈએ. હાલનો સમય અત્યાધુનિક અને મોર્ડન છે. ત્યારે જૂની રીતોની જગ્યાએ તેમાં ઘણો બદલાવ આવે તે પણ જરૂરી છે.

આ સમાચાર શેર કરો