'ISIS સે બોલ રહા હું, તેરી હત્યા કે લિયે લોગ ગુમ રહે હૈં', હિન્દૂ નેતા ઉપદેશ રાણાને મળી ધમકી
હિન્દુ નેતાઓને અવારનવાર ધમકીઓ મળતી હોય છે. ત્યારે સતત ટાર્ગેટમાં રહેતા હિન્દૂ નેતા ઉપદેશ રાણાને ફરીથી ધમકી મળી છે.

હિન્દુ નેતાઓને અવારનવાર ધમકીઓ મળતી હોય છે. ત્યારે સતત ટાર્ગેટમાં રહેતા હિન્દૂ નેતા ઉપદેશ રાણાને ફરીથી ધમકી મળી છે. આ વખતે પણ વ્હોટસએપ કોલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેથી ઉપદેશ રાણાએ પોલીસ મથકમાં જઈને ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બોમ્બ લગાવવાની ધમકી
ધમકી આપનારે વ્હોટસએપના માધ્યમથી કહ્યું કે, " ISIS સે બોલ રહા હું, હમારે અભી કુછ હી લોગ પોલીસને અભી અરેસ્ટ કિયે હૈ, અભી બહોત લોગ તેરી હત્યા કરને કે લિયે પુરે ભારત મેં તેરે પીછે ઘુમ રહે હૈ", બહોત હી જલ્દ તેરી ગાડી કે નીચે બમ લગાકાર તેરી હત્યાં કર દી જાયેગી..આ રીતની ધમકી મળતાં ઉપદેશ રાણા પોલીસ મથકે દોડી આવ્યા હતાં. જ્યાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.
રક્ષણ વધારવા માગ
છેલ્લા 1 મહિનાથી ISIS દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. ISIS દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. ગતરોજ ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે ઉપદેશ રાણા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સરકાર પાસે સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે. ત્યારે પોલીસ રક્ષણ ધમકીને પગલે વધારવામાં આવે તેવી માગ કરાઈ છે.








