હિંમતનગર/ બ્યુટિફિકેશનના નામે દબાણ હટાવાયા, 70થી વધુ શ્રમજીવી પરિવારોનું છત છિનવાયું
સાબરકાંઠાના હિંમતનગરમાં પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 50 વર્ષ કે તેથી વધુ વર્ષોથી

સાબરકાંઠાના હિંમતનગરમાં પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 50 વર્ષ કે તેથી વધુ વર્ષોથી રહેતા શ્રમજીવીઓના દબાણ હટાવાયા હતા. પોલીસ બંદોબસ્ત સાથે હિંમતનગર પાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. લોકોના રોષ વચ્ચે 70 જેટલા દબાણો હટાવાયા હતા. આવાસ યોજનાનો લાભ ન મળ્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે.
આ પણ વાંચોઃ અદાણી સંચાલિત આ હોસ્પિટલના ડોક્ટરોની હડતાળ, ડીન ઓફિસ સામે અચોક્કસ મુદતના ધરણા
શિયાળાની કડકડતી ઠંડીમાં શ્રમજીવીઓનું છત છિનવાયું
હિંમતનગરમાં બ્યુટીફિકેશનના નામે દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત શ્રમિકોને ઘરબાર વગરના કરાયા છે. શ્રમિકોને સામાન સાથે કલેક્ટર કચેરીએ જવા હાકલ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી છે. લોકોએ વિરોધ દર્શાવ્યો પરંતુ પાલિકાના અધિકારીઓએ કંઈ જ સાંભળ્યું નહીં.
હિંમતનગરના કેનાલ ફ્રન્ટ વિસ્તારમાં શ્રમિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના તેમના છાપરા તોડી નાંખવામાં આવ્યા છે. એમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી મકાન આપવા નગરપાલિકા વિપક્ષે માગણી કરી હતી. તેમણે કહ્યું કે વિનાશના ભોગે વિકાસ ના થવો જોઈએ. સરકાર જાગે અને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરે તેવા માંગ કરી હતી.






