અદાણી સંચાલિત આ હોસ્પિટલના ડોક્ટરોની હડતાળ, ડીન ઓફિસ સામે અચોક્કસ મુદતના ધરણા
ભુજની અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના ડોક્ટરો હડતાળ ઉપર ઉતરી ગયા છે. ડોક્ટરોએ ડીન ઓફિસ આગળ અચોક્

ભુજની અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના ડોક્ટરો હડતાળ ઉપર ઉતરી ગયા છે. ડોક્ટરોએ ડીન ઓફિસ આગળ અચોક્કસ મુદતના ધરણા ધર્યા છે. જણાવી દઈએ કે, સ્ટાઈપેન્ડમાં વધારાની માંગણી સાથે ભુજની અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના રેસીડેન્ટ અને ઈન્ટર્ન ડોકટરોઓ હડતાળ પર ઉતર્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત, મિત્રો સાથે વાત કરતાં અચાનક ઢળી પડ્યો
રેસીડેન્ટ અને ઈન્ટર્ન ડોક્ટરોએ માગ કરી છે કેતેઓને GAIMSના રેસિડેન્ટ ડૉક્ટરો અને ઈન્ટર્ન ડૉક્ટરોને એપ્રિલ 2024થી ગુજરાત સરકારના નિયમો પ્રમાણે અપાતા સ્ટાઈપેન્ડમાં વધારો કરવામાં આવે. પોતાની માગની રજૂઆત સાથે ડોકટરો ડીન ઓફિસ આગળ અચોક્કસ મુદતના ધરણા પર બેઠા છે. ડોક્ટરોએ જણાવ્યું કે, અમારા અધિકાર માટે અમે એકજૂટ છીએ, સમાન કામ, સમાન વેતનના સ્લોગન સાથે ડોક્ટરોએ હડતાળ પાડી છે.




