મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: સરથાણાની હોટલમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, વિદેશી યુવતીઓ સહિત 4ની ધરપકડ

સુરત શહેર પોલીસે ગુપ્ત માહિતીના આધારે સરથાણા વિસ્તારની એક હોટલમાં દરોડો

Surat: સરથાણાની હોટલમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, વિદેશી યુવતીઓ સહિત 4ની ધરપકડ

સુરત શહેર પોલીસે ગુપ્ત માહિતીના આધારે સરથાણા વિસ્તારની એક હોટલમાં દરોડો પાડીને હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસની IUCAW ટીમે આ સફળ કાર્યવાહી હાથ ધરી હતી. 

કાર્યવાહી અને ધરપકડ:

રેડ દરમિયાન પોલીસે બે ગ્રાહકોને કઢંગી હાલતમાં પકડ્યા હતા. આ રેકેટમાં સંડોવાયેલા હોટલના મેનેજર, બે ગ્રાહકો અને વિદેશી યુવતીઓનો સપ્લાય કરનાર એજન્ટ સહિત કુલ 4 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન હોટલમાંથી 2 યુવતીઓ થાઇલેન્ડની, 1 યુવતી યુગાન્ડાની અને મુંબઈની 1 યુવતીને આ રેકેટના ચંગુલમાંથી મુક્ત કરવામાં આવી હતી.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ વિદેશી યુવતીઓ દ્વારા ચલાવવામાં આવતા આ હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટમાં દરરોજ અંદાજે 1 લાખ રૂપિયાની કમાણી થતી હતી.

હોટલ માલિક વોન્ટેડ:

આ રેકેટમાં હોટલ માલિક સંદીપ ઉર્ફે સેન્ડી અશોક પટેલ, જે પાસોદરાનો રહેવાસી છે, તે ફરાર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

SuratPolice SarthanaRaid SexRacketBusted HumanTrafficking ForeignNationals CrimeNews SuratBreaking AntiHumanTrafficking

આ સમાચાર શેર કરો