મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot News: ઉદયપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટ, રાજકોટના 9 સહિત 15 ગુજરાતી વેપારીઓ ઝડપાયા

ઉદયપુરના સુખેર પોલીસે અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં દેહ વ્યાપારનો

Rajkot News: ઉદયપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટ, રાજકોટના 9 સહિત 15 ગુજરાતી વેપારીઓ ઝડપાયા

ઉદયપુરના સુખેર પોલીસે અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં દેહ વ્યાપારનો પર્દાફાશ થયો હતો. જેમાં રાજકોટના 9 વેપારી સહિત ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા છે. પોલીસે ઇવેન્ટના નામ પર દેહવેપારમાં સંડોવાયેલી 14 યુવતી સહિત 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ યુવતીઓ દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના અન્ય શહેરોથી આવી હતી. જોકે, તમામ આરોપીઓ ગુજરાતના વેપારીઓ હોવાનું સામે આવ્યું છે. 

પોલીસે રિસોર્ટમાં દરોડા પાડ્યા

મળતી માહિતી મુજબ, પોલીસને અબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટના સંચાલક હર્ષવર્ધન શાહ અને મહિલા નરગિસ તરફથી બહારથી યુવતીઓ બોલાવીને દેહ વ્યાપાર ચાલાવાતો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે ટીમ બનાવી બોગસ ગ્રાહકો મોકલી તપાસ હાથ ધરી અને બાદમાં દરોડા પાડ્યા હતા. પોલીસે રિપોર્ટમાં દરોડા પાડ્યા તો મોટી સંખ્યામાં ગેરકાયદે ગતિવિધિઓ ચાલી રહી હતી. પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના 9 સહિત ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા

ઉદયપુર રિસોર્ટમાં ઝડપાયેલા સેક્સ રેકેટમાં રાજકોટના 9 સહિત ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા છે. ગુજરાતમાં સિમેન્ટ અને લોખંડ કંપનીના ડિસ્ટીબ્યુટરોને કંપનીએ ટાર્ગેટ પૂરો થતાં તેની ઉજવણી માટે ઉદયપુર રિસોર્ટમાં લઈ ગયા હતા. ટાર્ગેટ પૂરો કરનાર ડિસ્ટીબ્યુટરોની સાથે ઉજવણીમાં 14 રૂપલલનાઓ ઝડપાઈ છે.  ઉદયપુરના અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં ઉજવણી ચાલતી હતી.  

પકડાયેલ રાજકોટના આરોપીઓ

મિહિર ચૌહાણ
હર્ષિત અજમેરા 
આશિષ
અશ્વિન 
કલ્પેશ ચોટલિયા
પ્રવીણ હિરાણી
વિપુલ પીપળીયા
નિલેશ નાકરાણી 
અર્જુન સિંહ ચૌહાણ

આ સમાચાર શેર કરો