મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાઈકોર્ટે આરોપી પતિ અને સાસુ-સસરાની કવોશીંગ પિટિશન ફગાવી, કેસ ઝડપી ચલાવવા ટ્રાયલ કોર્ટનો હુકમ

રાજકોટમાં પુત્ર અને પુત્રવધૂના બેડરૂમના દ્રશ્યો રેકોર્ડ કરી પૈસા કમાવવા મામલે મોટો વળાંક આવ્યો છે. બેડરૂમન

હાઈકોર્ટે આરોપી પતિ અને સાસુ-સસરાની કવોશીંગ પિટિશન ફગાવી, કેસ ઝડપી ચલાવવા ટ્રાયલ કોર્ટનો હુકમ

રાજકોટમાં પુત્ર અને પુત્રવધૂના બેડરૂમના દ્રશ્યો રેકોર્ડ કરી પૈસા કમાવવા મામલે મોટો વળાંક આવ્યો છે. બેડરૂમના દ્રશ્યો રેકોર્ડ કરી પૈસા કમાવવા માટે પોર્ન વેબસાઈટ પર અપલોડ કરવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે સમક્ષ કરાયેલી કન્સેન્ટ કવોશીંગ પિટિશન હાઈકોર્ટે ફગાવી દીધી છે. સામાન્ય સંજોગોમાં કન્સેન્ટ કવોશીંગમાં હાઈકોર્ટ પક્ષકારો વચ્ચે સંમંતિપૂર્વકનું સમાધાન થઈ ગયું હોય તો ફરિયાદ રદબાતલ ઠરાવતી હોય છે.

પુત્રવધુ સાથે સમાધાન થયુ હોવાથી એફઆઇઆર રદ્દ કરવા અરજી થઈ

 પરંતુ આ કેસ સમાજ અને સંસ્કૃતિને વિપરીત અસર કરતો સામાજિક-આર્થિક ગુનો હોવાથી જસ્ટિસ હસમુખ ડી. સુથારે ત્રણેય આરોપીઓની ફરિયાદ રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો, અને તેમની કન્સેન્ટ કવોશીંગ પિટિશન ફગાવી દીધી હતી.

પીડિતાના જીવનના મૂળ, સ્વતંત્રતા અને ગરિમાને હચમચાવની નાંખનારુ કૃત્ય ગણાવ્યું

હાઈકોર્ટે આરોપીઓના ગુનાહિત કૃત્યને પીડિતાના જીવનના મૂળ, સ્વતંત્રતા અને ગરિમાને હચમચાવની નાંખનારુ ગણાવ્યું હતું. વધુમાં હાઈકોર્ટે આ કેસની ટ્રાયલ  પણ ઝડપથી ચલાવી પૂર્ણ કરવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો હતો. હાઈકોર્ટે કેસનો ટ્રાયલ તેના ગુણદોષ પર નિર્ણિત કરવા પણ ટ્રાયલ કોર્ટને તાકીદ કરી હતી. 

આરોપીઓની ગુનાહિતતાના કારણે પીડિતાની ગરિમાનું હનન

જસ્ટિસ હસમુખ ડી સુથારે પોતાના ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે આરોપી પતિ અને સસરા અંગત સ્વાર્થ અને લાભ માટે પૈસા કમાવવાના હેતુથી પીડિતાની પવિત્રતાનું જાતીય શોષણ કરી નગ્ન ફોટા અને પોર્ન વીડિયો બનાવ્યા હતા. આરોપીઓની ગુનાહિતતાના કારણે પીડિતાની ગરિમાનું હનન થયું છે. આરોપીઓને આ વાતની ખબર હતી, છતાંય તેમણે આવું કૃત્ય કર્યું છે. પ્રસ્તુત કેસમાં ઈપીકો કલમની સાથે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ-66 (ઈ) અને 67 (એ) હેઠળનો ગંભીર ગુનો પણ બને છે. ખાસ કરીને મહિલા વિરુદ્ધનો જે બિન સમાધાન પાત્ર છે.આરોપી પતિ, સસરા અને સાસુએ યુવતી સાથે ખૂબજ ગંદુ વર્તન કર્યું છે.

તો બીજી તરફ આ કેસમાં આરોપી પતિ, સાસુ અને સસરા દ્વારા કરાયેલી ક્વોશીંગ પિટિશનમાં એવો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો કે આ સમગ્ર કેસ કૌટુંબિક મામલાનો હોઈ પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું છે. તેથી ફરિયાજ કે તેને આનુષાંગિક કોર્ટ કાર્યવાહી ચાલુ રાખીને કોઈ અર્થ નથી.

મારા સસરા આ વીડિયો એક વોટ્સએપ ગ્રૃપમાં મુકતા


પરણીતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પરિણીતાએ પોલીસને જણાવ્યા અનુસાર,પતિ દ્વારા તેના નગ્ન વીડિયો ઉતારવામાં આવતા હતા અને પતિ એ વીડિયો તેના સસરાને મોકલતો હતો. સસરા આ વીડિયો એક વોટ્સએપ ગ્રૃપમાં મુકતા હતા. તેમજ પતિ, સસરા અને સાસુ પણ આ વીડિયો જોતા હતા. પરિણીતા દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવતો પરંતુ પતિ તેને જવાબ આપતો ન હતો.પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, સસરાએ પુત્ર-પુત્રવધુના રુમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા હતા. જેનો વિરોધ કરતા પતિએ ભલે રહ્યાં તેમ જણાવી પરિણીતાને ચુપ કરાવી દીધી હતી. 

આ સમાચાર શેર કરો