મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા હાઈકોર્ટની મંજૂરી, આ કારણ આપી ફગાવી અરજી

અમદાવાદના સરસપુર વિસ્તારમાં રોડ પહોળો કરવાના પ્રોજેક્ટમાં 400 વર્ષ જૂની મંછા મસ્

Ahmedabad news: 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા હાઈકોર્ટની મંજૂરી, આ કારણ આપી ફગાવી અરજી

અમદાવાદના સરસપુર વિસ્તારમાં રોડ પહોળો કરવાના પ્રોજેક્ટમાં 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. સમગ્ર મામલે હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે સુનાવણી કરી હતી. જેમાં હાઈકોર્ટે અરજી ફગાવીને મસ્જિદનો અમુક ભાગ તોડવાને લઈને મંજૂરી આપી છે.

400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરસપુરમાં રોડ પહોળો કરવાની કામગીરીમાં મસ્જિદની રચનાનો એક ભાગ સામેલ હતો. સમગ્ર મામલે મંછા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા તેની 400 વર્ષ જૂની હવેલીનો એક ભાગ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ટ્રસ્ટે દલીલ કરી હતી કે, વકફ કાયદાની જોગવાઈઓ અવગણીને મસ્જિદની રચનાનો એક ભાગ તોડવાથી તેના હકોનો ભંગ થશે. જેને લઈને હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ (GPMC) એક્ટના નિયમ મુજબ અહીં મ્યુનિસિપલ કમિશનર પાસે ઉપલબ્ધ વિશેષ સત્તા લાગુ પડશે. જેથી આ કેસમાં વકફ કાયદો લાગુ પડે નહીં.

 સરસપુરમાં ભારે ટ્રાફિકની સમસ્યા

અમદાવાદના કાલુપુર, સરસપુર સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. તેવામાં રેલવે, મેટ્રો રેલ અને બુલેટ ટ્રેનની કામગીરી થતી હોય છે. તેવામાં તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે, ત્યારે સરસપુર મંછા મસ્જિદનો અમુક ભાગને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. 

આ સમાચાર શેર કરો