રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP સહિતના અધિકારીઓને હાઇકોર્ટનું તેડું, જાણો શું છે મામલો
પોલીસની કામગીરી સામે હાઇકોર્ટમાં વધુ એક વખત સવાલ ઉઠ્યા છે. ચેક બાઉન્સ અને બાકી નાણાં સંબધિત

પોલીસની કામગીરી સામે હાઇકોર્ટમાં વધુ એક વખત સવાલ ઉઠ્યા છે. ચેક બાઉન્સ અને બાકી નાણાં સંબધિત અરજીમાં પોલીસે ગેરકાયદે કાર્યવાહી કરી હોવાની હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP સહિતના અધિકારીઓને હાઇકોર્ટનું તેડું આવ્યુ છે.
તો અરજદારની લક્ઝુરિયસ ગાડી પણ જબરજસ્તી પોલીસે અન્ય વ્યક્તિને આપી હોવાની કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમા ઉલ્લેખ કરવામા આવ્યો છે કે પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધવા લાંચ પેટે 1.5 લાખ માંગવામાં આવ્યા હતા.
હાઇકોર્ટે સમગ્ર કેસને ખૂબ ગંભીર ગણાવ્યો છે અને 26 નવેમ્બરના રોજ યોગ્ય જવાબ સાથે રૂબરૂ હાજર થવા DCP ક્રાઈમને ફરમાન આપવામાં આવ્યું છે.






